________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. બુદ્ધિ આગમોમાં મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : ૧. કૃતનિશ્ચિત મતિજ્ઞાન ૨. અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન
આગમથુતથી જેમની બુદ્ધિ સંસ્કારવાળી થયેલી હોય, તેઓને વ્યવહાર સમયે શ્રુતજ્ઞાનની અપેક્ષા વિના જે જ્ઞાન થાય તે જ્ઞાનને (અવગ્રહાદિ) આગમમાં શ્રુતનિશ્ચિત' કહેવાયું છે.
શ્રુતસંસ્કારની અપેક્ષા વિના જે સ્વાભાવિક જ્ઞાન થાય તે અત્પાતિકી વગેરે ચાર પ્રકારની બુદ્ધિ તે “અશ્રુતનિશ્રિત' મતિજ્ઞાન છે.
ચાર પ્રકારની બુદ્ધિ : ૧. ઔત્પાતિકી ૨. વૈનાયિકી ૩. કર્મજા ૪. પારિણામિકી હવે આ ચાર બુદ્ધિનો વિચાર “વિશેષાવશ્યક ભાષ્ય' ના આધારે સંક્ષેપમાં કરીએ.
૧. પૂર્વે નહીં જોયેલા, નહીં સાંભળેલા અને નહીં વિચારેલા અર્થને વિશદ્ધપણે ગ્રહણ કરનારી, અવ્યાહત ફળ આપનારી બુદ્ધિને “ઔત્પાતિકી બુદ્ધિ' કહેવામાં આવી છે. - ૨. કષ્ટદાયી મોટા કાર્યનો ભાર વહન કરવામાં અને કાર્ય પૂર્ણ કરવામાં સમર્થ, ધર્મ-અર્થ અને કામ-આ ત્રિવર્ગનું પ્રતિપાદન કરનારા સૂત્રાર્થના જ્ઞાનને ગ્રહણ કરનારી, સારભૂત અને ઉભય લોકમાં ફળદાયી બુદ્ધિને વનયિકી બુદ્ધિ” કહેવામાં આવી છે.
૩. વિવક્ષિત કાર્યમાં મન પરોવાથી તે કાર્યનો પરમાર્થ જાણનારી, કાર્યના અભ્યાસથી અને વિચારથી વિસ્તાર પામેલી, વિદ્વાન “સારું કર્યું' એવી પ્રશંસા કરે તેવી બુદ્ધિને કર્મના બુદ્ધિ” કહી છે.
૪. અનુમાન, હેતુ અને દૃષ્ટાંતથી અર્થને સિદ્ધ કરનારી તથા અભ્યદય અને મોક્ષરૂપ ફળ આપનારી બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ' કહી છે.
આગમગ્રન્થોમાં બીજી રીતે ત્રણ પ્રકારની બુદ્ધિ બતાવવામાં આવી છે : ૧. બીજબુદ્ધિ ૨. પદાનુસારિણી બુદ્ધિ ૩. કોષ્ઠ બુદ્ધિ
For Private And Personal Use Only