SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir D ==== પ્રકાશીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ શ્રી પ્રિયદર્શન) દ્વારા | લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જેન | સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ. લોકપ્રિય સાહિત્ય છે. - પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુન:પ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પધસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મંત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત | કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન | ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં | લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા. તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના કૃતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. શ્રપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુન:પ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી પ્રશમરતિ ગ્રંથનું પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ તત્ત્વજ્ઞાનસભર કદમાં નાના પણ અર્થથી વિશાળ આ પ્રશમરતિ પ્રકરણમાં પૂજ્ય વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજે ૨૨ અધિકારોમાં ૩૬૩ શ્લોકોમાં જૈનશાસનના પદાર્થોનું અદ્ભુત સંકલન કર્યું છે. યથાનામ તથા ગુણા' ઉક્તિને સાર્થક કરતી આ રચનામાં કષાયપર વિજય, ઇન્દ્રિયો પર વિજય ગુરૂકુલવાસ સેવન, બારભાવનાઓ, દશવિયતિધર્મ, સમ્યગ્દર્શન. == === 3 For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy