________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાન-મદ
૧૬૧
છૉ મિચ્છામિ યુવાડું' અને મા રુષ મા તુષ બોલો છો, ગુરુદેવ ભુલ સુધારે છે, પરંતુ વળી ભૂલ થઈ જાય છે. ‘માષતુષ.... માપતુષ, બોલવા લાગો છો. ગુરુદેવ ભૂલ સુધારે છે.... 'મિચ્છામિ યુવાડું' તમે દો છો.... પરંતુ પાછી ભૂલ કરી બેસાં છો.
ગુરુદેવ કંટાળ્યા વિના ભૂલ સુધારતા રહે છે, તમે જરાય રીસ કર્યા વિના એનો સ્વીકાર કરો છો અને ‘મા રુપ મા તુષ‘ યાદ કરવા પુરુષાર્થ કરો છો. પરંતુ તમે યાદ નથી કરી શકતા..... દિવસો, મહિનાઓ અને વર્ષો વીતે છે! ભલે તમને ‘મા રુષ મા તુષ' શબ્દો યાદ નથી રહેતા, પરંતુ એ શબ્દોમાં જે ઉપદેશ-સાર ભરેલો છે, તે તમને યાદ થઈ જાય છે.... એ ઉપદેશ તમારા આત્મામાં પ્રસરી જાય છે. તમારું મન રાગ-દ્વેષથી મુક્ત બનતું જાય છે. તમે અપૂર્વ સમતાયોગમાં સ્થિર થાઓ છો..... અને એક ધન્ય દિવસે તમે રાગદ્વેષનાં સર્વ બંધનો તોડી વીતરાગ સર્વજ્ઞ બની જાઓ છો. અનંત જ્ઞાન પ્રગટી જાય છે આપને.
હે મુનિ ભગવંત! આપને બં પદ પણ યાદ ન રહ્યાં, છતાં આપને કેવળજ્ઞાન મળી ગયું, જ્યારે મને હજારો પદ કંઠસ્થ હોવા છતાં. કેવળજ્ઞાન મારાથી કરોડો યોજન દૂર લાગે છે! મારા શ્રુતજ્ઞાન ઉપર મારો ગર્વ મિથ્યા છે. જે શ્રુતજ્ઞાન આત્માને સર્વજ્ઞતા અને વીતરાગતા તરફ ન લઈ જાય તેવા શ્રુતજ્ઞાન ઉપર અભિમાન શું કરવું?
વળી, શ્રુતજ્ઞાન પણ મારી પાસે કેટલું અલ્પ છે! એક આગમગ્રન્થના એક સૂત્રના કેટલા અર્થ થાય છે! મને શું એ બધા અર્થોનું જ્ઞાન છે? ના રે ના, એક સૂત્રનો એક અર્થ પણ પૂરો આવડતો નથી :
તેવા અતિ અલ્પ શ્રુતજ્ઞાન ઉપર શાનો ગર્વ કરવાનો! મહાન શ્રુતધર પુરુષોએ એક સૂત્રના સો-સો અર્થ.....હજાર....હજા૨ અર્થ કરેલા છે.... એવા અર્થ કરવાનું તો મારું ગજું જ નથી, એ અર્થોને સમજવાની પણ મા૨ી ક્ષમતા નથી. પછી શાને અભિમાન કરવું?
જ્યારે પ્રાતઃસ્મરણીય શ્રી સ્થૂલભદ્ર મહામુનિ જેવા અગાધજ્ઞાની મહર્ષિ સામે જોઉં છું, ત્યારે તો શ્રુતજ્ઞાનનો ક્યારેય મદ ન ક૨વાની મન પ્રતિજ્ઞા કરી લે છે.
જ્યારે આર્યા યક્ષા વગેરે ભગિની-આર્યાઓ ભ્રાતા-મુનિવરને વંદન કરવા આવે છે, ત્યારે મહામુનિના મનમાં વિચાર આવે છે : ‘ભગની આર્યાઓને મારો જ્ઞાનાતિશય બતાવું, મારી વૈક્રિય-લબ્ધિનો ચમત્કાર બતાવું.' તેઓએ
For Private And Personal Use Only