________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ
૧૦૮
એ નિમિત્તેની કોઈ અસર ન થાય. કમલપત્ર ઉપર જેમ ઓબિંદુ ન ટકે તેમ મુનિરાજ ઉપર રાગ ન ટકે. કોઈ જડ પદાર્થો એને આકર્ષી ન શકે. સોહામણા અને મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એના વૈરાગ્યને હચમચાવી ન શકે, વૈરાગ્યના માર્ગ ઉપરથી નીચે ઊતરવાનું જ નહીં. ઊતરે પણ શા માટે? વૈરાગ્યમાર્ગ ઉપર એ સાધક આત્માને એવી તૃપ્તિ હોય છે, એવાં ઇચ્છાઓનો અભાવ હોય છે કે રાગની આગ જેવા માર્ગ ઉપર એ જાય જ નહીં, જ્ઞાન અને ધ્યાનમાં નિરંતર ઓતપ્રોત રહીને વૈરાગ્યભાવનાને વૈરાગ્યવાસનારૂપ બનાવી દેતા મુનિવરો, દેવલોકના દેવેન્દ્ર કરતાં પણ ઉત્તમ સુખ અનુભવતા હોય છે.
૧૨. સંસારવાસથી ત્રાસેલા :
સંસારનાં દુઃખોથી નહીં, સંસારનાં સુખોથી ત્રાસેલા! ‘સંસારસુખોના રાગમાંથી સંસારનાં દુઃખો જન્મે છે. પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખોના ભૌગ-ઉપભોગનું પરિણામ છેઃ દુ:ખ, ત્રાસ અને વિટંબણાઓ, જ્ઞાનદૃષ્ટિથી આ સત્યને પામેલા આત્માઓ સંસારસુખોનો ત્યાગ કરી, એ સુખો તરફ વિરક્ત બની સંયમમય જીવન-સ્વીકારે છે અને જ્યારે સંસાર-સ્વરૂપનું ચિંતન કરે છે ત્યારે ત્યારે ઘેરી વેદના અનુભવે છે. ‘ઓહો! મારા જીવે સંસારની ચાર ગતિઓમાં કેટકેટલાં દુઃખો સહ્યાં છે! અનન્ત અનન્ત જીવો રાગ-દ્વેષ અને મોહને પરવશ પડી કેવી કૈવી ઘોર વેદનાઓ અનુભવી રહ્યા છે.....!' એમની કલ્પનામાં રોરવ નરકનાં દૃશ્યો ઉભરાઈ આવે છે...તિર્યંચગતિના જીવોની અપાર વેદનાઓના ચિતાર તાદ્દશ થાય છે.... ને એ કરુણાવંત આત્માઓ ત્રાસ અનુભવે છે. દિવ્ય ભોગસુખોમાં ભાન ભૂલીને રાચતા-માચતા દેવોનું ભાવિ પતન જુએ ને ધ્રૂજી ઊઠે છે! આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલા માનવોનાં જીવન એ જ્ઞાનસિદ્ધ મહાપુરુષોનાં હૃદયને દ્રવિત કરી દે છે. સમગ્ર સંસારવાસથી એમનું ચિત્ત ઊઠી જાય છે. ઉપરથી રૂડો-રૂપાળો અને રળિયામણો દેખાતો સંસાર પણ એમને આકર્ષી શકતો નથી. એમનું ચિત્ત તો અજર, અમર, શાશ્વત, મોક્ષસુખ તરફ જ આકર્ષાયેલું હોય છે, ‘હવે જો સુખ જોઈએ તો મોક્ષનું જ સુખ જોઇએ. સંસારનાં સુખો તો ન જ જોઈએ.’ આ એમનો દૃઢ સંકલ્પ હોય છે. મોક્ષસુખોને મેળવવા સંસારનાં જીવલેણ કષ્ટો પણ સહવા તેઓ તૈયાર હોય છે.
૧૩. સ્વહિતાર્થ મુક્તિમાર્ગમાં મનથી રમણ કરનારા :
‘મોક્ષ’નું યથાર્થ અને વિસ્તૃત સ્વરૂપ જાણનારા યોગીપુરુષોનાં મન મોક્ષમાં જ રમતાં રહે! જ્યાં જવાની અને કાયમ માટે વસી જવાની તમન્ના હોય, મન
For Private And Personal Use Only