________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ तानेवार्धान द्विषतस्तानेवार्थान प्रलीयमानस्य। निश्चयतोऽस्यानिष्टं न विद्यते किंचिंदिष्टं वा ।।५२ ।। અર્થ : તે જ (ઇસ્ટ) શબ્દાદિ વિષયોનો હેપ કરતા અને) તે જ અનિષ્ટ) વિષયોમાં તન્મય થતા આને (વિપયભોગીને) પારમાર્થિક રીતે કાંઈપણ ઇષ્ટ કે અનિષ્ટ નથી.
વિવેચન : માત્ર શબ્દના સ્થૂલ અર્થને પકડી ન બેસાય , શબ્દોના રહસ્યભૂત પારમાર્થિક અથો સુધી પહોંચવું જોઈએ. પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રિય નથી કે અપ્રિય નથી. આ પારમાર્થિક દૃષ્ટિ છે, આ રહસ્યભૂત વાત છે. રહસ્યભૂત વાતો સહુ મનુષ્યોને ન સમજાય. સૂક્ષ્મ બુદ્ધિવાળા મનુષ્ય જ એ વાતો સમજી શકે, માત્ર સ્થલ વ્યવહારમાં જ રાચતાં મનુણે પારમાર્થિક દૃષ્ટિવાળા નથી હોતા, નિશ્ચયનયની દૃષ્ટિવાળા નથી હોતા.
શું સંસારમાં એવા જીવોને નથી જોયા કે જેઓ સારા સુંદર વિષય-પદાર્થો તરફ પણ ધૃણા કરતા હોય? અરે, એક સમયે જે વિષયને, જે પદાર્થને ખૂબ ચિહ્યા હોય એ જ વિષયને બીજા સમયે ક્રૂરતાથી ધિક્કારે! એવી જ રીતે, એક સમયે જે પદાર્થને, જે વિષયને ધિક્કાયાં હોય, લાત મારી હોય, બીજા સમયે એ જ વિષયને, એ જ પદાર્થને હૃદયથી ચાહવા લાગી જાય! આવું શું લગભગ દરેક જીવના જીવનમાં નથી બનતું? “આવું શાથી બને છે? કેમ બને છે?' આ વિચારવાનો શું અવકાશ મળે છે? ના, જેનો વિચાર કરવાની કોઈ જરૂર નથી,
એના વિચારો ખૂબ કરીએ છીએ, અને જે વિચારો કરવા ખૂબ જરૂરી છે, તે વિચારો કરતા જ નથી.
આ પારમાર્થિક વાત; રહસ્યભૂત વાત ગ્રન્થકાર સૂક્ષ્મ બુદ્ધિવાળા વિવેકી મનુષ્યોને કહી રહ્યા છે. એ શ્રતધર મહાત્માની આવી વાતો સાંભળવાને પાત્ર જીવો બીજા છે જ નહીં. હા, પાત્ર મનુષ્યને જ , એની બૌદ્ધિક યોગ્યતા જોઈને, તત્ત્વોપદેશ આપી શકાય. જેઓની બુદ્ધિ નિર્મળ નથી બની, શુદ્ધ નથી બની, સૂક્ષ્મ ધારદાર નથી બની, વિવેકથી સુશોભિત નથી બની, એવા જીવોને માટે આ ઉપદેશ નથી. તે જીવો આ વાતોને સમજી જ ન શકે. બહુ બહુ તો એ જીવો બે-ચાર ધર્મક્રિયાઓ ફરી લે અથવા બે-ચાર કે આઠ ઉપવાસ કરી લે, એટલું જ, એમની ચિત્તશુદ્ધિ થતી નથી, એમનો મનનો મળ ધોવાતો નથી.
આ પદાર્થ સારો, આ પદાર્થ નરસ.... આ મનુષ્ય સારો, આ મનુષ્ય ખરાબ !' બસ, આ આર્તધ્યાનમાં જીવો સબડ્યા કરવાના. તેઓ આંતરનિરીક્ષણ નહીં કરવાના, પદાર્થનું વિશ્લેષણ નહીં કરવાના, એ લોકો તો પ્રિય વિષયોને
For Private And Personal Use Only