________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈન્દ્રિયવિજેતા બનો. यावत् स्वविषयलिप्सोरक्षसमूहस्य चेष्ट्यते तुष्टी।
तावत् तस्यैव जये वरतरमशठं कृतो यत्नः ।।१२३ ।। અર્થ : પોતાના વિષયોની ઇચ્છુક ઇન્દ્રિયોના સમૂહની સંતુષ્ટિ માટે જેટલો પ્રયત્ન થાય છે, તેટલો પ્રયત્ન કપટરહિતપણે એને ઇન્દ્રિયોના સમૂહને) જીતવામાં થાય તે શ્રેષ્ઠ છે.
વિવેચન : દિવસ ને રાત, જીવનભર શું તમારી ઇન્દ્રિયોને તૃપ્ત કરવાનું કામ કરવાનું છે? ઇન્દ્રિયોની સેવામાં જ જીવન વિતાવી દેવાનું છે? દરેક ઇન્દ્રિયને પોતપોતાના પ્રિય-ઇષ્ટ વિષયો જોઈએ છે. તમારે એ પ્રિય વિષયો જીવનપર્યત પૂરા પાડ્યા કરવાના છે? આટઆટલી સેવા તમે કરી, તમને શું મળ્યું?
થોડુંક ક્ષણિક અને તુચ્છ સુખ મળ્યું, એમાં તમે રાજીના રેડ થઈ ગયા? એની સાથે સાથે કેવાં દુઃખો મળ્યાં, તે તમે કેમ ભૂલી જાઓ છો? જ્યારે એ ઇન્દ્રિયોને તમે પ્રિય વિષયો ન આપી શક્યા ત્યારે એ ઇન્દ્રિયોએ તમને કેવા વ્યગ્ર, અશાત્ત અને દીન-હીન કરી મૂક્યા, તે તમે યાદ કરો! એ સદેવ અતૃપ્ત રહેનારી ઇન્દ્રિયોને તમે ક્યારેય તૃપ્ત નહીં કરી શકો. આજે તૃપ્ત કરી, કાલે પાછી અતૃપ્તી સવારે તૃપ્ત કરી, બપોરે અતૃપ્ત! બપોરે તૃપ્ત કરી. સાંજે અતૃપ્ત!
આ રીતે સતત અને સખત પરિશ્રમ કરીને તમે તમારી માનસિક, વાચિક અને કાયિક શક્તિઓ ક્ષીણ કરી નાંખી, તમે આતમદેવ! તમારી જાતને જ વીસરી ગયા છો. તમારા પોતાના પ્રશમસુખને જતું કરીને, એ વૈષયિક સુખાભાસોમાં તમે ગંભીર રીતે ફસાઈ ગયા છો.
હું તમને એમ નથી કહેતો કે તમે ઇન્દ્રિયોને એના વિષયો આપો જ નહીં. તે તે ઇન્દ્રિયને એના પ્રમાણમાં વિષયો તમે આપો, પરંતુ તમે એની ગુલામીમાંથી મુક્ત થઈ જાઓ. તમે ઇન્દ્રિયોના માલિક બનીને એની યોગ્યતા મુજબ વિષયો આપો. એ માગે એ પ્રમાણે ન આપો. તમે ઇન્દ્રિયોના માલિક બનીને તમારા વિકાસ માટે એમની પાસેથી કામ લો! હા, ઇન્દ્રિયોના માધ્યમથી તમારે ભવ્ય ધર્મપુરુષાર્થ કરવાનો છે, તે માટે ઇન્દ્રિયોને સશક્ત તો રાખવી પડશે. તે માટે એમને એમના વિષયો પણ આપવા પડશે... પરંતુ વિવેકથી!
For Private And Personal Use Only