________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
પ્રશમરતિ અનન્ત અનન્ત જન્મોથી માલિક બની બેઠેલી ઇન્દ્રિયોને પરાજિત કરવા માટે તમારે પ્રામાણિકપણે ધરખમ પુરુષાર્થ કરવો પડશે. પરંતુ તે છતાંય આ પુરષાર્થ કરવો સારો છે! ઇન્દ્રિયોની તહેનાતમાં રહી, એમને ખુશ રાખવાનો પુરુષાર્થ કરવા કરતાં એમને પરાજિત કરવાનો પુરુષાર્થ કરવો લાખ ઘણો સારો છે.
ઇન્દ્રિયોને પરાજિત કરવી એટલે એને કચડી નાંખવાની નથી. એને તમારે એવા વિષયો આપવાના કે એ તમારા અંકુશમાં રહે! જુઓ, એ અંગે તમને થોડું માર્ગદર્શન આપું છું.
શ્રવણેન્દ્રિયને પ્રિય શબ્દો જોઈએ છે. તમે એને રાગપ્રચુર શબ્દો ન આપો, પરમાત્મભક્તિના મધુર શબ્દો આપો! સદ્દગુરુના ઉપદેશવચનો આપો! ઉત્તમ પુરુષના ગુણાનુવાદના શબ્દો આપો.
ચક્ષુરિન્દ્રિયને તમે વિકારોત્તેજ ક રૂપ ન આપો. તમે એને ભવ્ય જિનમંદિરો... જિનમૂર્તિનું રૂપ આપો. તમે એને શત્રુંજય... ગિરનાર જેવા પવિત્ર પહાડોનાં રૂપ દેખાડો. તમે એની દષ્ટિને... જોવાની રીતને બદલી નાંખો.
ઘાણેન્દ્રિય કોઈ પુષ્પની, કોઈ અત્તરની સુવાસ ભલે લે. તમે એમાં રાગી ન બનતા! કોઈ દુર્ગધ આવે તો હેપી ન બનતા! ભલે સુગંધ કે દુર્ગધ ધ્રાણેન્દ્રિય પાસે આવે...તમારે રાગ-દ્વેષ નહીં કરવાના.
રસનેન્દ્રિયને બને એટલા ઓછા રસ આપજો. શરીરને ટકાવવા ભોજન તો કરવું જ પડશે. આહાર અને પાણી જીભ ઉપરથી પસાર થઈને જ પેટમાં જવાના! પ્રિય-અપ્રિય રસોના અનુભવ વખતે તમારે રાગ-દ્વેપથી બચવાની જાગૃતિ રાખવાની.
સ્પર્શેન્દ્રિયને જડ-ચેતન દ્રવ્યોનો સ્પર્શ તો થવાનો જ. પ્રિય વિષયોનો સ્પર્શ
છો આપવાનો! જો કે એને તો ક્યારેક પથ્થરનો સ્પર્શ પણ ગમી જાય છે... છતાં તમારે પ્રિય-અપ્રિય સ્પર્શ વખતે રાગ-દ્વેષી નહીં બનવાનું. તમે જો આ રીતે જાગ્રત રહ્યા....તો ઇન્દ્રિયો પર તમે વિજયી બની ગયા સમજો.
મારે ઇન્દ્રિયવિજેતા બનવું છે. આ નિર્ધાર સાથે પુરુષાર્થ શરૂ કરી દો. જેમ જેમ આ પુરુષાર્થ વધતો જશે તેમ તેમ તમને ‘પ્રશમ-સુખ નો અપૂર્વ ને અદ્ભુત અનુભવ થતો જશે. ઇન્દ્રિયવિજેતાને જ પ્રશમસુખની અનુભૂતિ થઈ શકે છે.
For Private And Personal Use Only