________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદના અપાય
एतेषु मदस्थानेषु निश्चये न गुणेऽस्ति कश्चिदपि । केवलमुन्मादः स्वहृदयस्य संसारवृद्धिश्च ||९७ ।।
અર્થ : આ જાત્યાદિ આઠ મદસ્થાનોમાં પરમાર્થ દૃષ્ટિએ ખરેખર કોઇ પણ ગુણ નથી, છે માત્ર પોતાના હૃદયનો ઉન્માદ અને સંસારવૃત્તિ. ૯૩
વિવેચન : આટલું સમજ્યા પછી તમને આઠ મદમાંથી એક પણ મદ કરવા જેવો લાગે છે ખરો? અભિમાન કરવાનો કોઇ લાભ દેખાય છે ખરો? ભલે તમને પારલૌકિક દૃષ્ટિએ કોઈ નુકસાન ન દેખાતું હોય, વર્તમાન જીવનની દૃષ્ટિએ પણ કોઈ નુકસાન નથી સમજાતું!
આ બધી વાતોને તમે ત્યારે નહીં સમજી શકો, કે જ્યારે તમે કોઈ ને કોઈ મદની અસર નીચે હશો. જે દિવસે.... જે ક્ષણોમાં તમારા ઉપર કોઇ મદની અસર ન હોય, એ દિવસે.... એ ક્ષણોમાં તમારા હાથમાં આવો ગ્રંથ આવી ગર્યા, અંવા કોઈ સત્પુરુષનો સમાગમ થઈ ગયો, તો આ વાત તમારા ઉપર અસર કરી જવાની. તમે મનોમન સંકલ્પ કરી લેવાના કે ‘હવે હું ક્યારેય બળનો, બુદ્ધિનો કે જ્ઞાનનો... કોઈ પણ મદ નહીં કરું.’ ત્યારે તમને તમે કરેલાં અભિમાનનાં દુષ્પરિણામો સમજાશે.
ગુરુકૃપાના તમે પાત્ર કેમ નથી બન્યા? વડીલોના આશીર્વાદ તમને કેમ નથી મળ્યા? સ્નેહી-સ્વજનોની પ્રીતિ તમને કેમ નથી મળી? મિત્રો તમારાથી દૂર કેમ થઇ ગયા? તમને સમજાશે કે તમારા કોઈ ને કોઈ અભિમાને જ આવી દુ:ખદ પરિસ્થિતિ સર્જી છે. આજે તમારા પ્રત્યે કોઈને સાચો પ્રેમ નથી, સ્નેહ નથી કે સહાનુભૂતિ નથી, કારણ કે તમે સહુની દૃષ્ટિમાં ‘અભિમાની' સિદ્ધ થયા છો. તમારી ઉન્મત્તતાએ સહુના હૃદયમાં તમારા પ્રત્યે અણગમો પેદા કર્યો છે. અભિમાનના ઉન્માદમાં બોલાયેલા તમારા કટુ અને કઠોર શબ્દોએ અનેકોનાં કાળજાં વીંધી નાંખ્યાં છે. અનેકોના કોમળ હ્રદય ઉપર પ્રહારો કર્યા છે. જાણે કોઈ દુષ્ટ વ્યંતરનો પ્રવેશ તમારા દેહમાં ન થયા હોય.... એવી રીતે તમે વર્ત્યા છો, એવી રીતે તમે બોલ્યા છો, અને એના પરિણામે તમે તમારું અધઃપતન કર્યું છે.
તમારા હૃદયને તો જુઓ! હ્રદય કેટલું ચંચળ, અસ્થિર અને ઉદ્વિગ્ન બની ગયું છે? શું તમને આવું હૃદય પસંદ છે? શું તમને આવું હૃદય આનંદ....પ્રસન્નતા આપે છે? તો પછી શા માટે આ મદસ્થાનોનો ત્યાગ નથી કરતા? કરી દો
For Private And Personal Use Only