________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
પ્રશમરતિ
ત્યાગ આ પાપી મદસ્થાનોનો, જેથી કુકર્મો બંધાય નહીં અને ભીષણ સંસારમાં અનન્ત જન્મ-મૃત્યુનાં દુઃખ સહેવાં પડે નહીં. હા, ગમે તેટલી તમારી ધર્મસાધના હોય, ગમે તેટલાં તપ અને ત્યાગ હોય, વ્રતો અને મહાવ્રતો હોય, પરંતુ જો એકાદ મદના રવાડે ચઢી ગયા તો અનન્ત સંસારમાં ભૂલા પડી ગયા સમજો. ‘મરિચી’નું દૃષ્ટાંત આંખ સામે રાખજો. પોતાના ઉત્તમ કુળના મદે એમને કેવા ભટકાવી દીધા હતા? માટે સ્વપ્નમાં પણ અભિમાનનું પડખું ન સેવશો.
વિનય અને નમ્રતાનાં દિવ્ય પુષ્પોને તમારા હૃદયબાગમાં ખીલવા દો. जात्यादिमदोन्मत्तः पिशाचवद् भवति दुःखितश्चेह । जात्यादिहीनतां परभवे च निःसंशयं लभते ।। ९८ ।।
ગર્થ : જાત્યાદિ મદોથી ઉન્મત્ત (મનુષ્ય) આ ભવમાં પિશાચની જેમ દુઃખી થાય છે
અને પરલોકમાં શંકા વિના જાત્યાદિની હીનતા પામે છે. ૯૮
વિવેચન : એક નગર હતું. એ નગરમાં એક બ્રાહ્મણ રહે. ‘શુચિપિશાચ’ એનું નામ હતું. પાકો શૌચવાદી હતો, પણ એની દૃષ્ટિ અશુચિવાદી બની ગઈ હતી. અને નગરમાં સર્વત્ર અશુચિ-અપવિત્રતા જ દેખાયા કરતી. એક દિવસ એણે ગામ-નગર છોડી દૂરના પ્રદેશમાં જવા વિચાર્યું કે જ્યાં કોઈ માણસ ન વસતો હોય. એ એક વહાણમાં બેસીને સમુદ્રની મધ્યમાં એક દ્વીપ ઉપર પહોંચ્યો. દ્વીપ નિર્જન હતો. શુચિપિશાચ રાજી થઈ ગયો.
એ દ્વીપ ઉપર શેરડીનાં ખેતરો હતાં, પરંતુ આ શુચિપિશાચને તો માર્ગમાં જ પડેલાં કોઈ મીઠાં ફળ મળી ગયાં. એણે ફળ ચાખ્યાં તો ખૂબ મીઠાં લાગ્યાં અને રોજનું ભોજન મળી ગયું. પોતાની જાતને ખૂબ પવિત્ર માનતો પિશાચ એ દ્વીપ ઉપર દિવસો પસાર કરે છે. ત્યાં એક દિવસ એણે એક પુરુષને જોયો શુચિપિશાચને આશ્ચર્ય થયું. એણે પેલા પુરુષને પૂછ્યું : ‘તમે અહીં શા માટે આવ્યા છો?' પેલા માણસે જવાબ આપ્યો : ‘સમુદ્રમાર્ગે મારા વહાણમાં મુસાફરી કરતો હતો, અચાનક દરિયામાં તોફાન આવ્યું, મારું વહાણ તૂટી ગયું અને તરતો તરતો આ દ્વીપ ઉપર આવી ગયો. વેપારી છું પરંતુ આ જગા ગમી જવાથી અહીં રહી ગયો છું. તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો?`
શુચિપિશાચે કહ્યું : ‘હું શૌચવાદી બ્રાહ્મણ છું. ગામ-નગરમાં સર્વત્ર અશ્િચ હોવાથી આ નિર્જન દ્વીપ ઉપર આવ્યો છું.' વેપારીએ પૂછ્યું : ‘અહીં તમ ભોજન શું કરો છો?’ ઋચિપિશાચે કહ્યું : ‘અહીં મને તો જમીન ઉપર જ ફળ મળી જાય છે. ખુબ સ્વાદિષ્ટ હોય છે. બસ, એનાથી પેટ ભરાઈ જાય છે,’
For Private And Personal Use Only