________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદના અપાય
૧૬૫
વેપારી વિચારમાં પડી ગયો. ‘આ દ્વીપ ઉપર જમીન ઉપર પડેલાં ફળ તો મેં ક્યાંય જોયાં નથી. આણે ક્યાં જોયાં હશે?' આમ વિચારીને એણે પિશાચને પૂછ્યું : ‘એ ફળ ક્યાં છે? મને બતાવશો?’ શુચિપિશાચે કહ્યું : ‘જરૂર, ચાલો મારી સાથે,' શુચિપિશાચ વેપારીને તે જગાએ લઈ ગયું કે જ્યાં એને ફળ મળતાં હતાં. ફળ બતાવીને શુચિપિશાચે કહ્યું : ‘આ ફળ હું રોજ ખાઉં છું.' વેપારી તો ફળ જોઈને ખડખડાટ હસી પડ્યો! શુચિપિશાચે પૂછ્યું : ‘કેમ હસો છો?’ વેપારીએ કહ્યું ‘આ ફળ નથી!’ શુચિપિશાચ અકળાયો. તેણે પૂછ્યું : ‘ર્તા શું છે આ‘વેપારીએ કહ્યું : 'આ જગાએ હું રોજ હાજતે આવું છું. આ તો મારી વિષ્ટા છે! હું અહીં શેરડીનો રસ પીઉં છું, એટલે મારી વિષ્ટા પણ મીઠી હોય.... તમને એ મીઠાં ફળ લાગ્યાં!'
પિશાચ તો આભો અને બાહ્યો થઈ ગયો! ‘અરેરે....હું તો સંપૂર્ણ અશુદ્ધ થઇ ગયો.....' એનું પવિત્રતાનું અભિમાન સાવ ઓગળી ગયું. એ દ્વીપ છોડીને બીજા દ્વીપ ઉપર ગયો.... ત્યાં વળી પક્ષીઓનાં ખાધેલાં ફળ ખાવાં પડ્યાં. ત્યાંથી ત્રીજા દ્વીપ ઉપર ભાગ્યો. એમ ભટકી ભટકીને જિંદગી પૂરી કરી.
જાતિ, કુળ, રૂપ આદિના મદ કરીને ઉન્મત્ત બનેલાં મનુષ્ય આ શુચિપિશાચની જેમ દુ:ખી થાય છે. એના અભિમાનને જ્યારે કોઈ બીજો ચૂરી નાંખે છે ત્યારે એનું હૃદય દુઃખી દુઃખી થઈ જાય છે. કોઈનું અભિમાન સંસારમાં ટક્યું નથી કે ટકવાનું નથી. ‘શેરના માથે સવાશેર ' મળી જ આવે છે. અભિમાનીનાં અભિમાન જ્યારે ખંડિત થઈ જાય છે, ટુકડે ટુકડા થઈને વેરાઈ જાય છે ત્યારે વેદનાનો પાર રહેતો નથી.
અભિમાનમાં બંધાયેલાં પાપકર્મ જ્યારે ઉદયમાં આવે છે, ત્યારે તો દુઃખ અને ત્રાસની સીમા જ રહેતી નથી. મનુષ્ય જે વાતનું અભિમાન કરે છે, કર્મો એ વાત જ છીનવી લે છે! જાતિનું અભિમાન કરનારને હીન જાતિમાં જન્મ આપે છે. કુળનો મદ કરનારને નીચ કુળમાં જન્મ આપે છે. રૂપનો ગર્વ કરનારને એવો કુરૂપ ‘અગ્નિશર્મા’ બનાવે છે કે દુનિયા એના ઉપર થૂંકે! બળનું અભિમાન કરનારને એવો ગળિયો બળદ બનાવે છે કે નાનું બાળક અને લાકડી મારી જાય! ‘લાભ’નું અભિમાન કરનારને એવો ભિખારી બનાવે કે ઘર-ઘેર ભટકવા છતાં રોટલાનો ટુકડો ન મળે! બુદ્ધિનો ગર્વ કરનારાને એવો મુર્ખ બનાવે કે શેરીનાં છોકરાં એનો હુરિયો બોલાવે. લોકપ્રિયતાનો ગર્વ કરનારાને એવો જન્મ મળે કે દુનિયામાં સર્વત્ર અનો તિરસ્કાર થાય. કોઇ એને ચાહનાર જ ન મળે. શ્રુતજ્ઞાનનું અભિમાન કરનારાને પરલોકમાં એવું જીવન મળે કે લાખ ઉપાય કરવા છતાં
For Private And Personal Use Only