________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૨૦૦
૫. રૂપક્રિયા : આવશ્યક કાર્ય પરિભ્રમણ કરતાં ક્યાંક સાધુ સુંદર પુષ્પોથી રચેલા સ્વસ્તિકાદિ જુએ, ક્યાંક સુંદર પૂતળીઓ જુએ, ક્યાંક ૨૫ વગેરેમાં લાકડાની કારીગીરી જુએ....ક્યાંક મણિ-માણેકનાં તોરણ વગેરે જુએ....તો સાધુ ‘આ સારું, આ ખરાબ...' એવા રાગ-દ્વેષ ન કરે, ઇરાદાપૂર્વક તે જોવા તો ન જ જાય. આ અધ્યયનમાં આ વિષયનો સંક્ષિપ્ત નિર્દેશ કરવામાં આવ્યો છે.
૬. પરક્રિયા : સાધુ એવી ક્રિયાઓ ન કરે કે જેથી પાપકર્મો બંધાય. સાધુ પોતાના શરીરની સેવા-સુશ્રૂષા બીજા પાસે ન કરાવે. ‘કોઈ મારી સેવા કરે,’ એવી અભિલાષા પણ ન કરે. સાધુએ પોતાના શરીર પ્રત્યે કેવા નિઃસ્પૃહ રહેવાનું છે, તે વાત આ અધ્યયનમાં સમજાવવામાં આવી છે.
૭. અન્યોન્યક્રિયા : સાધુઓએ ૫૨સ્પર એક બીજાના શરીરની સેવા-સુશ્રુષા પણ ન કરવી જોઈએ. એકબીજાના સાવઘ ઔષધોપચાર પણ ન કરવા જોઈએ, આ વિષયને આ અધ્યયનમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે.
બીજી ચૂલિકામાં આ અધ્યયનો દ્વારા શ્રમણજીવનમાં અતિઉપયોગી સાત વિષયોનું વિવેચન કરવામાં આવ્યું છે.
ત્રીજી ચૂલિકાનું નામ છે : ભાવના. પંચ મહાવ્રતોના પાલનમાં દૃઢતા લાવવા માટે દરેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓ ભાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે સાથે દર્શનશુદ્ધિ માટે દર્શન ભાવના, જ્ઞાનશુદ્ધિ માટે જ્ઞાનભાવના અને ચારિત્રશુદ્ધિ માટે ચારિત્ર ભાવના બતાવવામાં આવી છે. વૈરાગ્યભાવના અને તપોભાવના પણ બતાવવામાં આવી છે. વૈરાગ્યભાવનારૂપ અનિત્યાર્પાદ બાર ભાવનાઓ બતાવવામાં આવી છે. તે પછી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના જન્મથી માંડી કેવળજ્ઞાનની ઉત્પત્તિ સુધીનો વૃત્તાંત આપવામાં આવ્યો છે.
ચોથી ચૂલિકાનું નામ છે : વિમુક્તિ. આ ચૂલિકામાં પાંચ વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે : અનિત્યતા, પર્વત, રુદ્રષ્ટાંત, સર્પની કાંચળીનું દૃષ્ટાંત અને સમુદ્રનું દૃષ્ટાંત. ભાવમુક્તિના બે પ્રકારો બતાવીને ચૂલિકા શરૂ થાય છે. દેશથી (આંશિક) મુક્ત સાધુઓથી માંડી ભવસ્થ કેવળજ્ઞાની અને સર્વવિમુક્ત સિદ્ધો.
અનિત્યાદિ ભાવનાઓથી પરિપુષ્ટ આત્મભાવવાળા મહામુનિઓ ઉપસર્ગપરીષહોની સામે પર્વત જેવા હોય છે. પૃથ્વીની જેમ સર્વસહ હોય છે....એમ સર્વ સંગથી મુક્ત મુનિ કેવા હોય છે....તેનું હૃદયસ્પર્શી વર્ણન આ ચૂલિકામાં કરવામાં આવ્યું છે.
For Private And Personal Use Only