________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘આચારાંગ'નો પ્રભાવ
૨૦૧
આચારાંગના બીજા શ્રુતસ્કંધની આ ચાર ચૂલિકાઓ રાગ-દ્વેષ માહનાં હલાહલ ઝેર ઉતારી નાંખનાર ગારૂડીમંત્ર સમાન છે. જોઈએ એનું પુનઃ પુનઃ ચિંતન અને પરિશીલન
આચારાંગ”નો પ્રભાવ
साध्वाचारः खल्वयमष्टादशपदसहस्रपरिपठितः । सम्यगनुपात्यमानो रागादीन् मूलतो हन्ति ।।११८ ।।
અર્થ : અઢાર હજાર પદોથી કહેવાયેલો અને યોક્ત વિધિથી પાલન કરાયેલો સાધ્વાચાર ખરેખર, રાગ-દ્વેપ-મોહનાં મૂળથી નાશ કરે છે.
વિવેચન : હું મુનિ! તન-મન અને આત્માને દઝાડતી રાગની ભડભડતી જ્વાલાઓ તારે બુઝાવવી છે? તું અન્તઃકરણને પૂછી જો. રાગ તને આગ લાગે છે? રાગની બળતરાઓ તેં અનુભવી છે? કે રાગ તને સોહામણાં પુષ્પોનો બાગ લાગે છે? રાગના બાગમાં તન-મનને પ્રફુલ્લિત કરવાનાં નથી ગમતાં ને? જો એ ગમે છે તો એ રાગના બાગને ઉજાડવાનું કામ તું નહીં કરી શકે!
ભૌતિક...વૈપયિક સુખોની તમામ ઇચ્છાઓ રાગ છે! સુખોમાં આસક્ત રાગ છે....સુખોની અસંખ્ય કામનાઓ રોગ છે... સ્નેહ અને પ્રેમ પણ રાગ છે....કહે, આ રાગદશા તરફ તને નફરત થઈ છે ખરી? સર્વે દુઃખો, સર્વે સંતાપો.....સર્વે સંલેોનું કારણ રાગદશા છે. આ સત્ય તેં નિઃશંકપણે સ્વીકાર્યું છે ખરું ? તો એ રાગદશાનો સમૂળ ઉચ્છેદ કરવાનો સંકલ્પ કરે.
એવી જ રીતે વહાલા મુનિ! તને ધ્રુપ પ્રત્યે સખ્ત અણગમો થયો છે? તને ઉપશમરસના છલોછલ ભરેલા સરોવરમાં કૂદી પડતાં રોકનારો આ દ્વેષનાં કાંટો તારે દૂર કરવો છે? ઇર્ષ્યા, રોપ, નિંદા, અસૂયા, વેર-વિરોધ વગેરેને તારી આત્મભૂમિ પરથી ખદેડી નાંખવા છે? આત્મશન્તિને, મનઃપ્રસન્નતાને ખેદાનમેદાન કરી નાંખનારા આ દ્વેષના મિત્રોની મિત્રતા તારે તોડી નાંખવી છે? તો તું દૃઢ સંકલ્પ કરી લે કે ‘મારે હવે દ્વેષનો પડછાયો પણ લેવાં નથી...'
પ્રિય મુનિ! શુદ્ધ-બુદ્ધ-મુક્ત આત્મા પર છવાયેલાં ઘનઘોર અજ્ઞાનનાં વાદળોન તારે વિખેરી નાંખવાં છે? એ વાદળોની છાયામાં હવે તારે જીવવું નથી ને? જે અજ્ઞાને તારા આત્માને મૂઢ બનાવી રાખ્યો છે, જે અજ્ઞાને તારા આત્માની સરાસર વિસ્મૃતિ કરાવીને તને જસંગી અને ભોગરંગી બનાવ્યો છે, તે અજ્ઞાનના કાળાભેંશ અંધકારને તારે ચીરી નાંખવો છે ને ? આ જ માનવજીવનમાં
For Private And Personal Use Only