________________
Shri Mahavir Jain Aradhana Kendra
५०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'कृष्णादिद्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः । स्फटिकस्येव तत्रायं 'लेश्या' शब्द: प्रयुज्यते । ।
જે રીતે સ્ફટિકમણિ વિભિન્ન વર્ગોનું સાંનિધ્ય પ્રાપ્ત કરીને તે વર્ણોમાં પ્રતિભાસિત થાય છે તે રીતે કૃષ્ણાદિ દ્રવ્યોનું સાંનિધ્ય પામીને આત્માના પરિણામ, તે રૂપમાં પરિણત થાય છે. આત્માની આ પરિણતિ માટે ‘લેશ્યા' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પરિણતિ ‘ભાવલેશ્યા' કહેવાય છે. જે કૃષ્ણાદિ દ્રવ્યોનો નિર્દેશ કર્યો છે તે 'દ્રવ્યલેશ્યા' કહેવાય છે.
પ્રશમરતિ
દ્રવ્યલેયા પૌદ્ગલિક છે, ભાવલેશ્યા આત્મપરિણામરૂપ છે. શ્રી અભયદેવસૂરિજીએ કહ્યું છે: 'વિદ્રવ્યાધિવ્યનનિતાડઽસ્મપરિણામરુપા ભાવભેશ્યા!'
પરિણામ, અધ્યવસાય અને લેશ્યા-આ ત્રણનો ઘનિષ્ઠ સંબંધ છે. જ્યાં પરિણામ શુભ હોય છે, અધ્યવસાય પ્રશસ્ત હોય છે, ત્યાં લેશ્યા વિશુદ્ધમાન હોય છે. કર્મોની નિર્જરામાં પરિણામોનું શુભ હોવું, અધ્યવસાયોનું પ્રશસ્ત હોવું અને લેશ્યાઓનું વિશુદ્ધ હોવું આવશ્યક હોય છે.
આનાથી વિપરીત, જ્યારે પરિણામ અશુભ હોય છે, ત્યારે અધ્યવસાય અપ્રશસ્ત હોય છે અને લેશ્યા સંક્લિષ્ટ હોય છે. આથી એમ સમજાય છે કે કર્મબંધનમાં અને કર્મનિર્જરામાં પરિણામ, અધ્યવસાય અને લશ્કાનું સમ્મિલિતરૂપે સંપૂર્ણ યોગદાન છે. આનો ફલિતાર્થ એ છે કે મનુષ્ય જો શુભકર્મબંધ કરવા હોય, કર્મોની નિર્જરા કરવી હોય તો એણે પોતાના પરિણામ, અધ્યવસાયો અને લેશ્યાને શુભ રાખવી.
લેશ્યાઓના માધ્યમથી જ્યારે કર્મો આત્મા સાથે બંધાય છે, ત્યારે આત્માની કેવી અવસ્થા થાય છે તે ગ્રંથકાર આગળ બતાવે છે.
સુખ અને દુઃખ
कर्मोदयाद् भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । देहादिन्द्रियविषया विषयनिमित्ते च सुखदुःखे ।। ३९ ।।
For Private And Personal Use Only
અર્થ : તે કર્મના વિપાકોથી નરકાદિ ગતિઓ હોય છે અને દૈનિર્માણનું બીજ પણ એ જ નરકાદિ ભવતિ છે, તે દેહથી ઇન્દ્રિયના વિષયો અને વિષયનિમિત્તક સુખ અને દુઃખ (સુખાનુભવ અને દુઃખાનુભવ) થાય છે.