________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ અને દુઃખ
વિવેચન : જે કર્મો જીવે બાંધ્યાં હોય તે જ કર્મ ઉદયમાં આવે. જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે જ એ નક્કી થઈ જતું હોય છે કે આ કર્મ કેટલા સમય પછી ઉદયમાં આવશે! હા, એક વાત સમજી લેવી જોઈએ કે બંધાયેલાં બધાં જ કર્મ વિપાકોદયમાં ન પણ આવે! અર્થાતું, જ્યારે એ ઉદયમાં આવે ત્યારે જીવને સુખ-દુઃખના અનુભવ ન પણ થાય, છતાં ઉદયમાં આવી જાય ને ભોગવાઈ જાય અને પ્રદેશોદય' કહેવામાં આવ્યો છે.
કર્મના આઠ પ્રકારોમાં જે નામકર્મ છે, તેના અવાંતર ૧૦૩ પ્રકાર છે, તેમાં ગતિનામકર્મ આવે છે. જીવ વર્તમાનમાં જે ગતિમાં હોય તે ગતિમાં આગામી ગતિનું નામકર્મ બાંધતો હોય છે. દા. ત. વર્તમાનમાં એક જીવ મનુષ્યગતિમાંમનુષ્ય ભવમાં છે; તે જીવ આ પછીની (મૃત્યુ પછીની) ગતિ આ ભવમાં જ નક્કી કરે! જો કે મનુષ્યને એ જ્ઞાન હોતું નથી કે એણે ક્યારે ને કઈ ગતિનું નામકર્મ બાંધ્યું પણ એ બંધાઈ જ જતું હોય છે. ગોત્રકર્મ પણ એને અનુરૂપ બંધાઈ જાય અને આયુષ્ય કર્મ પણ એ જ ગતિનું બંધાય.
મૃત્યુ પછી જીવ એ ભવમાં, એ ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે તે ભાવને અનુરૂપ શરીરનું એ સ્વયં નિર્માણ કરે છે. એવું નથી હોતું કે શરીર તૈયાર (રેડીમેડ) હોય ને જીવ એમાં પ્રવેશી જાય! જેમ બંગલો તૈયાર હોય ને મનુષ્ય એમાં રહેવા ચાલ્યો જાય. ના, જીવ સ્વયં શરીરની રચના કરે છે. નરકગતિમાં જાય તો નરકનું શરીર બનાવે ને દેવલોકમાં જાય તો દેવનું શરીર બનાવે. મનુષ્યગતિમાં જાય તો મનુષ્યનું શરીર અને તિર્યંચ ગતિમાં તિર્યંચનું શરીર બનાવે.
શરીરનિર્માણની સાથે જ ઇન્દ્રિયોનું નિર્માણ થતું હોય છે. દેવ-નારક અને મનુષ્યના ભવમાં તો શરીરરચનાની સાથે જ પાંચ ઇન્દ્રિયોની રચના થતી હોય છે. એક તિર્યંચગતિ (પશુ-પક્ષી આદિનો ભવ) એવી છે કે જ્યાં એક, બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયોની રચના થાય. કોઈ જીવને એક જ ઇન્દ્રિય, કોઈ ને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ ઇન્દ્રિય હોય છે,
જીવાત્મા આ ઇન્દ્રિયોના માધ્યમથી વિષયો ગ્રહણ કરે છે. દરેક જીવને સ્પર્શનેન્દ્રિય તો હોય જ. શરીર બન્યું એટલે સ્પર્શન-ઇન્દ્રિય તો બની જ જાય. શુભ અને અશુભ-સારા અને નરસા સ્પર્શનો અનુભવ આ ઇન્દ્રિયથી થાય. રસનેન્દ્રિયને પ્રિય વિષય મળે એટલે જીવાત્માને સુખનો અનુભવ થાય અને અપ્રિય વિષય મળે-અણગમતો રસ મળે એટલે દુઃખાનુભવ થાય. ધ્રાણેન્દ્રિયને સુગંધ મળે એટલે સુખ અને દુર્ગધ મળે એટલે દુઃખ! ચક્ષુરિન્દ્રિયને રૂપનો વિષય મળે એટલે જીવ રાજી અને કુરૂપ વિષય મળે એટલે નારાજ! શ્રવણેન્દ્રિયને મીઠો
For Private And Personal Use Only