________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪.
પ્રશમરતિ પરીપહોના વિજય, અવિચલ સમ્યકત્વ, સંસારનો ઉદ્ધગ, કમનો ક્ષય કરવાના કુશળ ઉપાય, વૈયાવૃત્યમાં તત્પરતા, તપના વિધિ અને સ્ત્રીઓના ત્યાગ, આચારાંગના આ નવ ભંદ છે.
વિવેચન : સમગ્ર આચારાંગ સૂત્રમાં પાંચ પ્રકારના આચારનો ઉપદેશ વણાયેલો છે, એ વાત કહીને હવે આચારાંગનાં જુદાં જુદાં અધ્યયનોમાં જે વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેની સામાન્ય રૂપરેખા ગ્રન્થકાર આપે છે.
આચારાંગ સૂત્રના મુખ્ય બે વિભાગ છે. વિભાગને શાસ્ત્રીય ભાષામાં શ્રુતસ્કંધ' કહેવામાં આવે છે. પહેલો શ્રુતસ્કંધ અને બીજો શ્રુતસ્કંધ, પહેલા શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો છે, એટલે કે નવ પ્રકાર છે. દરેક અધ્યયનનું નામ અને અધ્યયનનો વિષય બતાવવામાં આવે છે :
૧. શસ્ત્રપરિજ્ઞા : આ અધ્યયનમાં સર્વપ્રથમ સામાન્યથી જીવનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે. જીવોની છનિકાયો બતાવવામાં આવી છે. પૃથ્વીકાય, અષ્કાય, તેજ સ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ છ કાયનું સ્વરૂપ સમજાવીને, એ જીવોનો વધ કરવાથી સંસારમાં જીવને પરિભ્રમણ કરવું પડે છે અને કર્મબંધ થાય છે, તે વાત બતાવવામાં આવી છે.
આ જીવવધનો ત્યાગ મન-વચન-કાયાથી કરવો જોઈએ. જીવવધ ન કરવો જોઈએ, ન કરાવવો જોઈએ, જીવવધની અનુમોદના ન કરવી જોઈએ. આમ નવ પ્રકારે જીવવધનો ત્યાગ કરવાનો ઉપદેશ આપીને, એ જીવનિકાયના જીવોની રક્ષાનો જ્ઞાનપૂર્વક પ્રયત્ન કરવાની ભલામણ કરવામાં આવી છે.
૨. લોકવિજય લૌકિક સંતાન એટલે માતા-પિતા પત્ની-પુત્ર-પુત્રી...સ્નેહીસ્વજન વગેરે. આ બધા પ્રત્યે સ્નેહ નહીં રાખવાનાં, આસક્તિ નહીં રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એટલે કે જે સંસારી સ્વજનોનો ત્યાગ કર્યો, તેમના પ્રત્યેના સ્નેહનો પણ ત્યાગ કરવો જોઈએ, એ કહેવામાં આવ્યું છે. તે પછી ક્રોધ-માન-માયા અને લોભ-આ કપાયો પર વિજય મેળવવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાથી કપાયો પર વિજય મેળવી શકાય છે, એમ કહેવામાં આવ્યું છે.
૩. શીતોષ્ણીય : સુધા, તૃપા, શીત, ઉષ્ણતા વગેરે બાવીસ પરીષહોને સમતાભાવે સહન કરવા જોઈએ. એ પરીપહો આવે ત્યારે કાયર ન બનવું જોઈએ, એ વાત આ અધ્યયનમાં કહેવામાં આવી છે. બાવીસ પરીપહોમાં બે
For Private And Personal Use Only