________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકપ્રિયતા-મદ दमकैरिव चाटुकर्मकमुपकारनिमित्तकं परजनस्य। कृत्वा यद्वाल्लभ्यकमवाप्यते को मदस्तेन? ।।९३ ।।
गर्व परप्रसादात्मकेन वाल्लभ्यकेन यः कुर्यात् ।
तद्वाल्लभ्यकविगमे शोकसमुदयः परामृशति ।।९४ ।। અર્થ : ભિખારીઓની જેમ, ઉપકારનિમિત્તક બીજા માણસનું ચાટુ કર્મ (પ્રિય ભાષણ) કરીને લોકપ્રિયતા મેળવે છે. તેનાથી શા મદ કરવો? ૯૩
બીજાની પારૂ૫ લોકપ્રિયતાથી જે અભિમાન કરે છે, લોકવલ્લભતા ચાલી જતાં તેને શોકસમુદાય ભેટે છે. ૯૪
વિવેવન : તમે તમારા મહોલ્લામાં આજીજીભર્યા સ્વરે ભિક્ષાની યાચના કરતા ભિખારીને જોયો છે? ઘરે ઘરે લોકોની સ્તુતિ-પ્રશંસા કરતા અને ભીખ માંગતા માણસને ક્યારેક જોયો છે? એ આજીજીભયાં સ્વર, એ સ્તુતિ-પ્રશંસા વગેરે સાંભળીને દાતાઓને દયા આવી જાય છે અને એ ભિખારીને ભિક્ષા આપી દે છે! કેટલાંક ગામોમાં એવા ભિખારીઓને નિયમિત ભિક્ષા મળી જાય છે કે જેઓને લોકોની સારી ખુશામત કરતાં આવડે છે, લોકોની સાચી કે ખોટી પ્રશંસા કરતાં આવડે છે.
તમે લોકપ્રિય છો, લોકલાડીલા છો, માટે અભિમાન કરો છો? એ લોકપ્રિયતા મેળવવા તમે શું શું કર્યું છે, તે હવે છૂપું નથી. એ લોકપ્રિયતા ટકાવવા તમારે કેવી કેવી ચમચાગીરી કરવી પડે છે તે હવે જાહેર થઈ ગયું છે. તમારે લોકો પાસેથી કંઈક મેળવવું છે અથવા મેળવેલું છે. એ લોકોના ચમચા બનવું પડે છે; અને એમની ગુણસ્તુતિ કરો છો, જાહેર પ્રશંસા કરો છો. પછી તમે લોકોને વહાલા લાગો, એમાં આશ્ચર્ય શું! લોકોની ખુશામત કરીને મેળવેલી લોકપ્રિયતા ઉપર તમે ગર્વ કરો છો?
તમારી એ માન્યતા છે કે “આ મારી સેવા કરે છે અથવા મારાં કામ કરે છે માટે મારે તેમની પ્રશંસા કરવી જોઈએ. અથવા આ લોકોની જો હું પ્રશંસા કરીશ તો એ લોકો મારાં કામ કરશે...' આ માન્યતાથી પ્રેરાઈને તમે ગમે તેવા લોકોની ભાટાઈ કરવા લાગી ગયા... અને એ રીતે સસ્તી લોકપ્રિયતા મેળવી, એના ઉપર આપવડાઈ કરવા લાગ્યા.. ખેર, તમને ગમે તે ખરું, પરંતુ આનું પરિણામ સારું નહીં આવે. બીજાઓની મહેરબાની ઉપર ગર્વિત બનીને જીવવાની
For Private And Personal Use Only