________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિ-મદ
૧૫૭ ભગવંતે આપ્યા અને એના આધારે અનંત સાગરસમી દ્વાદશાંગીની રચના કરી! એ ચંદ પૂર્વધરાની સામે જુઓ. એ અગિયાર અંગનું જ્ઞાન ધરાવનારા શ્રતધર મહાપુરુષોને જુઓ. અત્યંત સૂક્ષ્મ પ્રજ્ઞાને ધારણ કરનારા એ સિંહ જેવા પરાક્રમી પુરુષોનો વિચાર કરો. ક્રોધાદિ કષાયોના વિજેતા અને ઇન્દ્રિયોના ઉન્માદને શમાવનારા એ સાચા પરાક્રમી સિંહ છે. ગમે તેવા આંતર-બાહ્ય ઉપદ્રવોને સમતાપૂર્વક વીરતાથી સહનારા એ પ્રજ્ઞાવંત પુરુષોના વિચાર કરશો તો તમારું અભિમાન ઓગળી જશે. તમને લાગશે કે “હું કંઈ નથી.'
સર્વશાસ્ત્રોને, સર્વ ગ્રન્થોને સુક્ષમતાથી અવગાહનારી બુદ્ધિની સામે તમારી બુદ્ધિને મૂકીને બંનેની તુલના કરો. જે મહાપુરુષો પાસે વંક્રિય લબ્ધિ, આકાશગામિની લબ્ધિ અને તેજલઠ્યા. જેવી શક્તિ હતી, તેમની સામે ઊભા રહીને તમારી જાતને જુઓ. એ લબ્ધિઓમાંથી એકાદ લબ્ધિની પણ તમે તુલના કરી શકો એમ છો ખરા? અનંત વિજ્ઞાનસાગરની તુલના કરવા કરતાં એ મહાસાગરના કિનારે બેસીને થોડું આચમન કરો તો પણ ખ્યાલ થઈ જશો, બુદ્ધિનો અહંકાર ત્યજીને, વિનયી અને વિનમ્ર બનીને તમારી બુદ્ધિને એ શ્રુતસાગરમાં ઝબોળો.
એ ગણધરો કે દ પૂર્વધરોની વાત છોડો. એમના પછી થઈ ગયેલા મહાન મૃતધર આચાય : સિદ્ધસેન દિવાકર; વાર્દિદેવસૂરિ, મલવાદી, હરિભદ્રસૂરિ, હેમચન્દ્રસૂરિ અને ઉપાધ્યાય યશોવિજયજી જેવાના ગ્રન્થોને યથાર્થ રીતે સમજવાની પણ તમારી બુદ્ધિ છે? એ ગ્રન્થોને સમજવાની પણ બુદ્ધિ નથી તો પછી એવા ગ્રન્થોની રચનાની તો વાત જ ક્યાં કરવી?
એ ધર્મગ્રન્થોની વાત છોડો. વર્તમાનકાલીન વિજ્ઞાનના ગ્રન્થોને સમજવાની બુદ્ધિ છે? આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાન્તને સમજવાની બુદ્ધિ છે? પરમાણુવાદના સૂક્ષ્મ નિયમોને સમજવાની બુદ્ધિ છે? વિજ્ઞાનની અનેક શાખાઓના અનેક ગહન-ગંભીર ગ્રન્થોને એના સાચા અર્થમાં સમજવાની પણ બુદ્ધિ નથી; તો પછી બુદ્ધિનું અભિમાન કરાય ખરું? જો તમે તમારા કરતાં વધુ બુદ્ધિશાળી મહાપુરુષોને આંખ સામે રાખશો તો તમે અભિમાની નહી બનો. ભલે તમારી આસપાસ એવા પ્રકૃષ્ણ બુદ્ધિવાળા માણસો ન હોય, અલ્પબુદ્ધિવાળા માણસો હોય, પરંતુ તમે ક્યારેય ભૂલા ન પડશો. તમારી બુદ્ધિની પ્રશંસા સાંભળીને પણ અભિમાની ન બનશો. તમારી પ્રશંસા કરનારને કહે : “ભાઈ, મારી બુદ્ધિ તો કંઈ નથી. અદ્દભુત બુદ્ધિવૈભવને ધરાવનારા માણસો આગળ મારો કોઈ ક્લાસ નથી.' આ નમ્રતાથી તમે પણ એવો અદ્દભુત બુદ્ધિવંભવ મેળવશો!
For Private And Personal Use Only