________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકપ્રિયતા-મદ
_૧૫૯ રીત સારી નથી. ઠીક છે; તમે લોકોની ખુશામત કરો છો એટલે લોકો તમારી પ્રશંસા કરે છે અને તમને જે જોઈએ તે આપે છે, પરંતુ જ્યારે લોકોની દૃષ્ટિમાં તમે “ખુશામતખર’ લાગશો ત્યારે એ જ લોકો તમારી નિંદા કરશે, તમારો તિરસ્કાર કરશે. તમારી મિથ્યા પ્રશંસા નહીં સાંભળે. તમને કહેશે : “બસ, શબ્દજાળમાં હવે ન ફસાવો. અમે તમને ઓળખી ગયા છીએ,” તમારી વાહવાહ કરનારાઓ તમારો અવર્ણવાદ કરશે... તમારી પ્રશસ્તિ કરનારા તમારી નિન્દાઓ કરશે... એ સાંભળી શું તમે સ્વસ્થ રહી શકશો? સ્થિરચિત્ત રહી શકશો?
તમે લોકપ્રિય બનો, લોકોનો તમારા પ્રત્યે ખૂબ સ્નેહ અને સદૂભાવ હોય, એનું અમને દુઃખ નથી. એથી તો અમે રાજી થઈએ છીએ. કારણ કે લોકપ્રિયતા એ તો ધર્મના અધિકારી બનવાના એકવીસ ગુણોમાંનો એક ગુણ છે, ઉત્તમ ગુણ છે. પરંતુ એ લોકપ્રિયતા જુદી છે? લોકોની ચાપલુસી કરી કરીને મેળવેલી લોકપ્રિયતા નહીં, પરન્તુ પરમાર્થ અને પરોપકારનાં ઉત્તમ કાર્યો કરવાથી સહજ રીતે મળતી લોકપ્રિયતા જોઈએ. લોકપ્રિયતા મેળવવા માટે પરમાર્થ પરોપકારનાં કામ નથી કરવાનાં, પરંતુ “પરમાર્થ-પરોપકાર કરવા તે મારું કર્તવ્ય છે. પરમાત્માની આજ્ઞા છે.... પુણ્યાનુબંધી પુણ્ય બાંધવાનો પવિત્ર હેતુ છે.” એવી દિવ્યદૃષ્ટિથી પરમાર્થ પરોપકાર કરો! લોકોનો આવા મહાપુરુષ પ્રત્યે સ્વાભાવિક જ સ્નેહ થવાનો. લોકો એની પ્રશંસા કરવાના. એ મહાપુરુષ ક્યારેય લોકોની ચાપલુસી નહીં કરે. લોકોની મિથ્યા પ્રશંસાઓ નહીં કરે. જરૂર લાગતાં એ લોકોની ભૂલો બતાવશે અને તીખી વાણીના ચાબખા પણ મારશ. છતાં લોકો એના ઉપર રોષે નહીં ભરાય.
લોકપ્રિય ધર્માત્મા તો અનેક મનુષ્યોને ધર્મઆરાધનામાં જોડી શકે છે. એ પોતાની લોકપ્રિયતાનો ઉપયોગ પોતાના સ્વાર્થ સાધવામાં નથી કરતો, પરંતુ જીવોને ધર્મ પમાડવામાં કરે છે, લોકોની ચાપલુસી કરવાથી લોકપ્રિય બની શકાય છે.' આ મિથ્યા માન્યતામાં ભરમાયેલો મનુષ્ય લોકપ્રિયતાનો ઉપયોગ પોતાની સ્વાર્થસાધનામાં કરતો હોય છે. જીવો ધર્મ પામે કે ન પામે, એની સાથે એને કોઈ નિસ્બત નથી હોતી.
લોકો પ્રશંસા કરે, નિન્દા કરે કે ગુણાનુવાદ કરે, એની સાથે જે આને કોઈ નિસ્બત નથી તેવા મહાપુરુષો કરુણાસભર હૃદયે પરમાર્થ ને પરોપકારનાં કાર્યો કરે જતા હોય છે અને દુનિયા એવા મહાપુરુષોનાં ગીત ગાતી રહેતી હોય છે. એ મહાપુરુષોને એ ગીત સાંભળવાની કોઈ તાલાવેલી હોતી નથી.
For Private And Personal Use Only