________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભોગસુખ પ્રામસુખ भोगसुखैः किमनित्यैर्भयवहुल: कांक्षितैः परायत्तैः । नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्र यतितव्यम् ।।१२२ ।। અર્થ : અનિત્ય, ભયથી પરિપૂર્ણ અને પરાધીન ભાંગ સુખોથી શું? નિત્ય, ભયરહિત અને સ્વાધીન પ્રશમસુખમાં પ્રયત્ન કરવો જોઈએ. વિવેપન : શું તમને અનિત્ય... વિનાશી... ક્ષણિક સુખો ગમે? જ શું તમને ભયભરેલાં..ભયથી ઘેરાયેલાં સુખો ગમે?
શું તમને પરાધીન...પરતંત્ર સુખો ગમે? સંસારના બજારોમાં મળતાં સુખો આવાં છે! ભલે એ મીઠામધુરા શબ્દોનું સુખ હોય, ભલે એ નિરૂપમ રૂપનું સુખ હોય, ભલે એ મનગમતી સુવાસનું સુખ હોય, ભલે એ મિષ્ટ અને પ્રિય રસનું સુખ હોય કે ભલે એ મુલાયમ સ્પર્શનું સુખ હોય..એ બધાં જ વૈયિક સુખો અનિત્ય છે.....વિનાશી છે, ક્ષણિક છે! તમારી પાસે એ સુખ કાયમ ન જ રહે. તમારી પ્રબળ ઇચ્છા હોય એ સુખોને તમારી પાસે રાખવાની, છતાં એ ન જ રહે....
તમારી પાસે સુંદર નીરોગી શરીર છે, તમારી પાસે અઢળક વૈભવસંપત્તિ છે, તમારી પાસે બધી જ સુવિધાઓવાળો ભવ્ય બંગલો છે, તમારી પાસે પરદેશથી મંગાવેલી ઇમ્પોર્ટેડ ગાડી છે... ભલે હોય, આ બધાની સાથે તમારી પાસે અનેક પ્રકારના ભય પણ છે. આ બધું બગડી જવાનો ભય! આ બધું ચોરાઈ જવાનો ભય! લુટાઈ જવાનો ભય! “આ બધું તમે અન્યાયથી,
અનીતિથી મેળવ્યું છે,” એવો આરોપનો ભય સરકારની સજાનો ભય! અનેક સુખનાં સાધન તમારી પાસે હોવા છતાં આ ભય તમને એ સુખ માણવા દેતો નથી!
એટલું જ નહીં, આ સુખનાં સાધનોનો ઉપભોગ કરવા માટે તમે સ્વતંત્ર નથી, સ્વાધીન નથી! તમે તમારા શરીરથી પરાધીન છો! જો તમારું શરીર નીરોગી નથી, સ્વસ્થ નથી, તો તમે પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખો નહીં ભોગવી શિકો. જો તમારા પારિવારિક, સામાજિક કે રાષ્ટ્રીય સંયોગ અનુકુળ નથી તો પણ તમે તમારાં સુખી નહીં ભોગવી શકો. તમે શરીરથી પરાધીન છો, તમે સંયોગોને પરાધીન છો. તમે પરિસ્થિતિઓને પરાધીન છો...તે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાધીન છો! ભરપૂર સુખોની વચ્ચેથી મૃત્યુ તમને ઉપાડી જઈ શકે છે....તમારું કંઈ જ ઊપજી શકે નહીં! શું આ નાનીસૂની પરાધીનતા છે?
For Private And Personal Use Only