________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થ માટેનો મોક્ષમાર્ગ
૫૦૭
જે જે માર્ગોએ પ્રભાવના થઈ શકે એમ હોય તે તે માર્ગે દાન આપે, અર્થાત્ સામાન્ય જનસમૂહ જિનશાસનનો પ્રશંસક બને એવા ઉપાયો કરે. તે માટે તે દેશ અને કાળનો પુખ્ત વિચાર કરે. ગુણોથી અને વ્રતોથી જનસમાજમાં પ્રિય અને આદરણીય બનેલાં પ્રશાન્તાત્મા જ જિનશાસનની મહાન પ્રભાવના કરી શકે છે.
* પ્રતિષ્ઠા કરીને તે સત્પુરુષ તીર્થંકર પરમાત્માની પ્રતિમાની ભાવપૂર્વક પૂજા કરે. જિનમંદિરને વિશિષ્ટ સુગંધી દ્રવ્યોથી સુરભિત કરી દે. તે પછી તાજાં સુગંધી પુષ્પોની માળા જિનપ્રતિમાના કંઠે પહેરાવે. મૂલ્યવાન સુંદર વસ્ત્રો ચઢાવે, ઉત્તમ સુગંધી ધૂપથી પૂજા કરે...રોમાંચિત શરીરે પ્રભુની દીપકપૂજા કરે. ભાવપૂર્ણ ઉદયથી પરમાત્માની સ્તવના કરે.
* ‘ક્યારે હું સાધુતા પામીશ? ક્યારે હું કષાય-શત્રુ પર વિજય મેળવીશ? ક્યારે હું જ્ઞાન-ધ્યાનમાં લીન બનીશ? ક્યારે હું પ્રશમ-રસમાં ૨મણતા કરીશ?' આવા અભિલાષ તેના ધૈર્ય હંમેશ ઊછળતા હોય.
* સદૈવ એ મહાપુરુષ, તીર્થંકર ભગવંતના સ્મરણમાં-દર્શનમાં-વંદનમાં અભિરત હોય. ત્રિકાળ જિનપૂજા કરતો હોય.
* સદૈવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનાં દર્શન-વંદનમાં અને સેવાભક્તિમાં તત્પર હોય. હૃદયમાં પ્રીતિ, આદર...બહુમાન ભરેલાં હોય.
* જ્યારે અને સમજાય કે ‘હવે મારું આયુષ્ય થોડું જ બાકી છે, મૃત્યુ નિકટ છે,' ત્યારે તે‘મારણાન્તિક સંલેખના' કરે છે.
કષાયો પર વિજય મેળવવા માટે, કષાયોને પાતળા કરી દેવા ‘સંલેખનાવ્રત' લેવામાં આવે છે. આ સંલેખના-વ્રત વર્તમાન શરીરનો અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી તે ‘મારણાંતિક સંલેખના' કહેવાય છે. સંલેખના-વ્રતમાં પ્રાણોનો નાશ થાય છે. પરંતુ તે રાગ, દ્વેષ કે મોહથી નથી થતો, માટે તેને ‘આપઘાત’ ન કહેવાય. આ વ્રતનો જન્મ થાય છે નિર્મોહી અને વીતરાગ બનવાની ભાવનામાંથી! આ વ્રત ત્યારે જ લેવામાં આવે છે કે જ્યારે નિશ્ચિતરૂપે મૃત્યુ નજીક દેખાય અને કોઈ પણ દુર્ધ્યાન થવાની શક્યતા ન હોય. આ વ્રત સ્વીકારનાર પુરુષે નીચેની સાવધાનીઓ રાખવાની હોય છે :
* આ વ્રત સ્વીકારનારને લોકો પુજે છે, સત્કારે છે, પ્રશંસે છે, તે જોઈને લલચાઈ જવાનું નથી અને ‘હું વધુ જીવું તો સારું' એવી ઇચ્છા નથી કરવાની. १७२. मारणान्तिकी संलेखना जोषिता । - तत्त्वार्थे० ७/१७
For Private And Personal Use Only