________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪
પ્રશમરતિ
બનીને ઘોર તપશ્ચર્યા કરતા હોય છે. એમના શરીર પર કોઈ પશુ કે માનવી જીવલેણ હુમલો કરે તો પણ એ રોપાયમાન થતા નથી...હુમલો કરનારને શત્રુ માનતા નથી! પેલા મહર્ષિ બંધક મુનિએ તો એમના શરીરની ચામડી ઊતરડી લેવા આવેલા રાજાના માણસને કહ્યું હતું : ‘ભાઈ થકી તું ભલેરો!’‘તું તો મારા ભાઈ કરતાંય વધુ ભલો છે...ઉતાર શરીરની ચામડી!'
શરીર પર રાગ હોય તો શરીર પર પ્રહાર કરનાર પર દ્વેષ થાય. શરીર પર રાગ ન હોય તેવા મહાત્માને આ દુનિયામાં કોઈ જ શત્રુ ન લાગે! અને, જે મહાપુરુષોએ શરીરની મમતા ત્યજી દીધી, એ મહાપુરુષોને સ્વજનોપરિજનો અને વૈભવ-સંપત્તિની મમતા તો હોય જ શાની?
આધ્યાત્મિક વિકાસયાત્રામાં સર્વ પ્રથમ સ્વજન-પરિજનાંની મમતા છૂટે છે, પછી વૈભવ-સંપત્તિનું મમત્વ છૂટે છે અને ત્યારબાદ શરીરનું મમત્વ છૂટી જાય છે. મમત્વ છૂટી ગયા પછી સ્વજન-પરિજનનિમિત્તક રોષ શમી જાય છે. વૈભવ-સંપત્તિનિમિત્તક કષાયો શાન્ત થઈ જાય છે. શરીરનિમિત્તક દ્વેષ ઉપશાન્ત થઈ જાય છે...કોઈ જીવ પ્રત્યે રોષ નહીં, રીસ નહીં. દ્વેષ નહીં, સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણાનો ભાવ ઉભરાય છે.
આત્માને પરભાવોના-૫૨૫દાર્થોના મમત્વથી મુક્ત કરવા મહાત્માઓ વૈયિક સુખો ‘ખરેખર શું સુખ છે?' એનું વિશ્લેષણ કરે છે. શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો અંગે ઊંડું ચિંતન કરતાં, ‘એ સુખો અનિત્ય છે' આ નિર્ણય કરે છે. ‘એ સુખોનું પરિણામ દુ:ખ છે,' આ બીજો નિર્ણય કરે છે.
* વિષય પાસે હોય તો સુખ, વિષયના અભાવમાં દુ:ખ! * વિષય ગમતો હોય તો સુખ, અગામતો થાય એટલે દુઃખ * વિષયભોગ કરતાં સુખ, વિષયભોગની શક્તિ ક્ષીણ થતાં દુઃખ! વિષયરાગમાંથી દુઃખ જન્મે છે! વિષયદ્વેષમાંથી દુઃખ જન્મે છે!
કારણૢ કે, વિષયરાગથી પાપકર્મ બંધાય છે અને વિષયદ્વેષથી પણ પાપકર્મ બંધાય છે. બંધાયેલાં એ પાપકર્મ જીવાત્માને દુઃખી-દુઃખી કરી નાખે છે. જ્યારે એ ઉદયમાં આવે છે ત્યારે...
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવાત્માનો રાગ જ સુખની કલ્પના કરાવે છે...વિષયમાં તો નથી સુખ કે નથી દુઃખ! હાડકાને ચૂસનારો શ્વાન એમ સમર્જ છે કે હાડકામાંથી રસ મળે છે...હકીકતમાં એના જડબામાંથી લોહી ઝરતું હોય છે!
For Private And Personal Use Only