________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખ-આનન્દ
૪૨૫
મોક્ષમાર્ગનો આરાધક આત્મા, સમ્યગજ્ઞાનના પ્રકાશમાં આ નિર્ણય કરી લે છે કે ‘વૈષયિક સુખો અનિત્ય છે...પરિણામે દુઃખદાયી છે...’ આ નિર્ણય એ આરાધકને મમત્વરહિત બનાવી દે છે. પછી, ઇન્દ્રિયોને ગમે તેવો શ્રેષ્ઠ વિષય એની સામે આવે, છતાં પણ એ લોભાતો નથી; આકર્ષિત થતો નથી, બંધાતો નથી.
* આવા મમત્વરહિત બની, ચક્રવર્તીની સંપત્તિ ત્યજી ત્યાગમાર્ગ-સંયમમાર્ગે ચાલી નીકળેલા મહર્ષિ સનતકુમારના દેહમાં સોળ-સોળ રોગ હતા છતાં વ્યથારહિત હતા! સાતસો વર્ષ સુધી એ રોગ મહર્ષિના દેહમાં રહ્યા હતા, મહર્ષિ નિરાકુળ હતા, પરમાનન્દને અનુભવતા હતા! દુઃખની કોઈ કલ્પના જ રહી ન હતી. સદૈવ સુખ જ સુખ અનુભવતા હતા.
* મમત્વરહિત મહાત્માઓ સદૈવ નિર્ભય હોય, એમને કોઈ જ ભય ન હોય. રાત્રે ચારિત્ર અંગીકાર કરીને...એ જ રાતે સ્મશાનમાં જઈ કાયોત્સર્ગધ્યાનમાં લીન બનેલા અયવંતી સુકુમાળ મહામુનિ કેવા નિર્ભય હતા? શિયાળણી પોતાનાં બચ્ચાંઓ સાથે એમના પર ત્રાટકી હતી...એમનાં માંસ ખાધાં...લોહી પીધા છતાં મહામુનિ નિર્ભય-નિરાકુળ રહ્યા!
* નગરના દરવાજા પાસે ધ્યાન લગાવીને ઊભેલા દૃઢપ્રહારી મુનિની નિર્ભયતા તો એમના મુખારવિંદ પર ઝળકતી હતી. લોકોએ પથ્થર માર્યા...દંડપ્રહાર કર્યા..શિકારી કૂતરાઓં છાંડ્યા...છતાં એ મહામુનિના મન પર ભયનો એક લિસોટો પણ પડ્યો નહીં, એમનું આંતરસુખ અકબંધ રહ્યું.
* શ્રેષ્ઠ વૈયિક સુખોના ઢગલાઓ વચ્ચે રહેવા છતાં...મમત્વ રહિત સુવ્રત શ્રેષ્ઠીની નિર્ભયતા-નિરાલતા તો આપણાં મસ્તક નમાવી દે છે ! કરોડો રૂપિયાની સંપત્તિને ઉપાડીને ચાલ્યા જતા ચોરોને નજરે જોવા છતાં વ્યાકુળતા નહીં, વ્યથા નહીં!
આવા મહાત્માઓ સદૈવ સુખી જ હોય.
સુખ-આનન્દ
धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा ।
सुखमास्ते निर्द्वन्द्वी जितेन्द्रियपरीषहकषायः || २४१ ।।
અર્થ : ધર્મધ્યાનમાં લયલીન, ત્રણ દંડ મિનદંડ-વચનદંડ કાયદંડ) થી વિરત, ત્રણ ગુપ્તિથી, સુરક્ષિત, ઇન્દ્રિય-પરીષહ-કપાયનાં વિજંતા નિર્દેન્દ્ર મુનિ સુખપૂર્વક રહે છે. ૧૦૩. ધર્મધ્યાનનું વિવેચન કારિકા : ૨૪૭ થી ૨૫૦ માં વાંચો.
For Private And Personal Use Only