________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬.
પ્રશમરતિ વિવેચન : મુનિરાજ! તમારે સુખ-આનન્દમાં નિમગ્ન રહેવું છે? સદેવ પ્રસન્નતા અનુભવવી છે? તો મન-વચન-કાયાથી તમારે આટલો પુરુષાર્થ કરવો પડશે!
૧. તમે ધર્મધ્યાનમાં લીન રહો. અર્થાત્ તમારા વિચારોને ધર્મધ્યાનના રંગે રંગી નાખો. આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયધર્મધ્યાનનાં આ ચાર પ્રકારોમાંથી ગમે તે પ્રકારમાં તમારા મનને જોડલું રાખો.
૨. આત્મા પાપકર્મ બાંધે એવા વિચારો ન કરશો. આત્મા પાપકર્મથી બંધાય એવી વાણી ન ઉચ્ચારશો અને આત્મા પાપકર્મોથી લેપાય તેવી કાયચેષ્ટાઓ ન કરશો.
૩. અશુભ વિચારોથી તમારા મૂલ્યવાન મનને બચાવજ, સતત સવિચારોથી મનને નવપલ્લવિત રાખજો. શક્ય એટલું મૌન પાળજો અને કાયાને સ્થિર રાખજો, શુભયોગમાં પરોવાયેલી રાખજો.
૪. ઇન્દ્રિયોના વિજેતા બનજો. જિતેન્દ્રિય બનજો. ઇન્દ્રિયોને પરવશ ન પડશો. પ. પરીષહ-વિજેતા બનજો, પરીષહ સહવામાં દીન ન બનશો, વીર બનજો.
૬. કપાય-વિજેતા બનજો. ક્રોધ-માન-માયા-લોભ પર વિજય મેળવજો. કપાયોની આધીનતા સ્વીકારી લેશો નહીં.
૭. નિર્દન્દ્ર બનજો! સિંહ જેવા પરાક્રમી બનીને એકાકી વિચરજો. ન કોઈ સમાજનો સંપર્ક, ન કોઈ સાથીનો સંગ ન કોઈ સંગ કે ન કોઈ સંઘર્ષ ! નિરંજન...અકલંક પરમાત્માના ધ્યાનમાં મસ્તી અનુભવજો. “અવધૂ! સદા મગન મેં રહેના!'
ન કોઈ પરપદાર્થની આશા કે અપેક્ષા. “પર કી આશ સદા નિરાશા!” આ સનાતન સત્યને પ્રતિક્ષણ જીવનમાં જીવજો. - મહાત્મનું! ઇન્દ્રિયવિજેતા, પરીષહવિજેતા અને કષાયવિજેતા એવા તમે
ક્યારેય નિરાશ કે નિરૂત્સાહ નહીં બનો. દુનિયાની કોઈ પણ શક્તિ તમને વિચલિત નહીં કરી શકે. તમારું અપૂર્વ સત્ત્વ, તમારું શ્રેષ્ઠ આત્મવીર્ય, માર્ગમાં આવતાં વિઘ્નોને કચડી નાંખશે. તમારું સુખ નિરાબાધ રહેશે.
મારે નિરંતર આત્મસુખના અનુભવમાં ગરકાવ રહેવું છે!' આ નિર્ણય આત્મસાક્ષીએ કરી લો. આ સાત પ્રકારનો આન્તરપુરુષાર્થ જીવનમાં શરૂ કરી દો તમને સફળતા પ્રાપ્ત થશે જ, કોઈ શંકા ન રાખશો.
For Private And Personal Use Only