________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
પ્રશમતિ
સંપત્તિશાળી છું, વૈભવશાળી છું....' આ દેખાવ કરવામાં એ રચ્યોપચ્યો રહે. હમેશાં ભવ્ય ડોળ-દમામથી બીજાઓને આંજી નાંખવા તત્પર રહે. ભલે એની પાસે એવા વૈભવો ખરેખર ન હોય, પરંતુ વૈભવશાળીનો દેખાવ ક૨વામાં પાવરધો હોય.
૩. દિવસ ને રાત સારા સારા મનગમતા મીઠા, તીખા, ખારા રસોનો આસ્વાદ કરવામાં લીન રહે. કોઈ વ્રત નહીં, કોઈ નિયમ નહીં, ભક્ષ્યઅભક્ષ્યનો વિવેક નહીં, દિવસ-રાતનો ભેદ નહીં, વિવિધ મીઠાઈઓ, અનેકવિધ વ્યંજનો, વિવિધ ફરસાણ્ણ અને જુદી જુદી જાતનાં સરબતોની લિજ્જત ઉડાવતો રહે. આ ખાનપાનથી પુષ્ટ થયેલા શરીરમાં વિષયવાસનાની ચળ ઊપડે એટલે રૂપસુંદરીઓનાં રૂપ જોવામાં એની આંખો ભટક્યા કરે.... એ રૂપને ભેટી લેવા તલસ્યા કરે અને અવસર મળતાં વાસનાની આગમાં હોમાઈ જાય, સર્વવિનાશ થઈ જાય.
સમુદ્રના કિનારે એક મરેલો હાથી પડ્યો હતો. ગીધડાં અને સમડીઓએ એના શરીરને કોચી નાંખ્યું હતું. એક કાગડાને પણ હાથીનું માસ ખાવાના કોડ થયા. અને તાજું માસ ખાવું હતું! તે હાથીના શરીરમાં દાખલ થઈ ગયો..... શરીરના પોલાણમાં બેસીને નિર્ભયપણે માંસ ખાવા લાગ્યો..... એટલામાં સમુદ્રમાં ભરતી આવી.... બીજીબાજુ ધોધમાર વરસાદ પડવા માંડ્યો... હાથીનું શરીર સમુદ્રમાં તણાયું. કાગડો પોતાની જાતને સલામત સમજે છે! માંસ ખાઈખાઈને જ્યારે ધરાઈ ગય, એ બહાર નીકળે છે..... પણ ચારેબાજુ સમુદ્રનાં વૃધવાતાં પાણી જુએ છે..... પાછો કલેવરમાં ઘૂસી જાય છે. થોડા સમયમાં અકળાય છે. ફરી બહાર નીકળે છે.... ક્યાં જાય? કોઈ વૃક્ષ દેખાતું નથી, કોઈ મકાન દેખાતું નથી.... ક્યાંય ધરતી દેખાતી નથી.... પુનઃ કલેવરમાં પ્રવેશે છે.... અને મૃત્યુ પામે છે.
અવિનય, અનાદર અને ઉદ્ધતાઈમાંથી સર્જાતી ભયંકર હોનારતનું આ કલ્પનાચિત્ર છે. રસ, ઋદ્ધિ અને શાતા ગારવમાં ફસાતા અવનીતોના જીવનના કરુણ નાટકનું આ એક હૃદયવિદારક દૃશ્ય છે.
ते जात्यहेतुदृष्टान्तसिद्धभविरूद्धमजरमभयकरम् । सर्वज्ञवाग्रसायनमुपनीतं नाभिनन्दन्ति । । ७७ ।।
ાર્થ : શ્રેષ્ઠ હેતુઓ અને દૃષ્ટાંતોથી સિદ્ધ (પ્રતિષ્ઠિત), અવિદ્ધ (સંવાદી, અમર કરનાર અને અભય કરનાર એવું સર્વજ્ઞવાણીનું રસાયણ મળવા છતાં તેઓ રિસ-ઋદ્ધિ અને શાતામાં આસક્ત, પરિતૃષ્ટ થતા નથી. (તે રસાયણનો ઉપયોગ કરી શકતા નથી.)
For Private And Personal Use Only