________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
૨૯૨
કે જેના સહારે ભવસાગરને તરવાની યાત્રા આરંભી શકાય, પરન્તુ ત્યારે અટકાવતી હોય છે ઋદ્ધિ-સમૃદ્ધિની આસક્તિ! ‘આ બંગલા, આ ગાડી, આ ઇજ્જત...આ કરોડો રૂપિયા...આ બધાંનો ત્યાગ કેવી રીતે કરું ? લોભવૃત્તિ અને વૈભવરસિકતા જીવાત્માને સર્વત્યાગ તો નહીં, આંશિક ત્યાગ કરતાં પણ રોકે છે, અવરોધ પેદા કરે છે.
કદાચ આ લોભ, આ મમતા ત્યાગી દે જીવાત્મા, પરંતુ જો રસનેન્દ્રિયના વિષયોની આસક્તિ બંધાયેલી હશે તો પણ સર્વત્યાગના પંથે પ્રયાણ કરવા તે તત્પર નહીં બની શકે. ‘મનગમતા ખાટા-મીઠા રસાસ્વાદ શ્રમણજીવનમાં નહીં મળે...ત્યાં તો નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જીવવાનું હોય છે...’ આ વિચાર એને અટકાવી દે છે ત્યાગમાર્ગે જતાં!
માની લઈએ કે જીવાત્મા રસનેન્દ્રિયવિજેતા બની ગયો, પરન્તુ સુખશીલતા જો એને પ્રિય છે, તો પણ સર્વત્યાગના-સર્વવિરતિના માર્ગે તે નહીં જઈ શકે. એને ઉનાળામાં જોઈએ શીતલતા અને શિયાળામાં જોઈએ ગરમાવો! શ્રમણજીવનમાં એવાં મકાનો ક્યાંથી મળે! એને જોઈએ મુલાયમ શય્યા, સાધુને સૂવાનું હોય જમીન પર એક ઊનના વસ્ત્ર પર! એને જોઈએ ચન્દ્રનનાં વિલેપનો...સાધુ ન કરી શકે ચન્દનનાં વિલેપનો! એને જોઈએ અત્તરની સુવાસ, શ્રમણ ન ભોગવી શકે અત્તરની સુગંધી! એને જોઈએ શયન-સહચરી...જ્યારે શ્રમણને તો મનવચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવાનું હોય છે!
સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આ રાગ, મોહ, રસવૃદ્ધિ, સુખશીલતા અને વૈભવાસક્તિ આદિ દોષો જીવાત્માને પીડતા હોય છ. આ દોષો, સમ્યકૂચારિત્રના માર્ગે અવરોધ પેદા કરતા હોય છે, માટે વિરતિ-ધર્મની પ્રાપ્તિ થવી ઘણી દુર્લભ કહેવામાં આવી છે. જે વીર અને ધીર પુરુષ મોહ, રાગ, આદિ દોષો પર વિજય મેળવે છે તે જ સર્વત્યાગના ઉત્તમ માર્ગે પ્રયાણ કરી શકે છે.
વૈરાગ્યવિજય
तत् प्राप्य विरतिरत्नं विरागमार्गविजयो दुरधिगम्यः । इन्द्रियकषायगौरवपरीसहसपत्नविधुरेण || १६४ । ।
અર્થ : તે વિરતિરત્ન મેળવવા છતાં, ઇન્દ્રિય-કષાય-ગારવ અને પરીષહ-શત્રુની વ્યાકુળતાના કારણે, વૈરાગ્યમાર્ગો વિજય દુ:ખે કરીને મેળવી શકાય છે.
For Private And Personal Use Only