________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરાગ્યવિજય
- ૨૯૩ દિન: હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહનો ત્રિવિધે-ત્રિવિધે ત્યાગ કરી દીધો. ભિક્ષાવૃત્તિથી જીવનનિર્વાહ કરું છું, ખુલ્લા પગે વિહાર કરું છું. માથે કેશલુંચન કરાવું છું. છતાં અંતરાત્મામાંથી રાગ-દ્વેષની વૃત્તિઓ દૂર થતી નથી. વૈરાગ્યભાવ સ્થિર થતો નથી, વૃદ્ધિ પામતો નથી.
સર્વવિરતિમય શ્રમણજીવન સ્વીકાર્યા પછી પણ, ઇન્દ્રિયોની સ્વચ્છંદતા, કષાયોની પ્રબળતા, ગારવોની લોલુપતા અને પરીષહો સામે કાયરતા એવી દઢ બનેલી છે કે તેના કારણે વૈરાગ્યની ભાવના Dિર જ નથી રહેતી, અલબત્ત, મેં વૈરાગ્યભાવથી પ્રેરાઈને જ સંસાર ત્યાગ કર્યો છે અને શ્રમણજીવન સ્વીકાર્યું છે, પરંતુ એટલા માત્રથી વૈરાગ્યભાવ સ્થાયી બની જતો નથી!
શ્રમણજીવનમાં શ્રમણને કે શ્રમણીને પાંચ ઇન્દ્રિયોના અનેક પ્રિય-અપ્રિય વિષયોના સંપર્કમાં આવવું પડે છે. ક્યારેક મીઠા શબ્દ સાંભળવા મળે છે, ક્યારેક કડવાં શબ્દો! ક્યારેક સુંદર રૂપ નજરે ચઢે છે તો ક્યારેક કુરૂપતા! ક્યારેક મનગમતી ભિક્ષા મળે છે તો ક્યારેક દીઠી ય ન ગમે તેવી! ક્યારેક સાનુકૂળ નિવાસસ્થાન મળે છે તો ક્યારેક સાવ પ્રતિકૂળ! ક્યારેક સારાં વસ્ત્રપાત્ર મળે છે તો ક્યારેક નરસાં! આ પરિસ્થિતિ દરેક સાધક આત્માની આસપાસ હોય જ છે. એ વખતે રાગ-દ્વેષમાં ન તણાતાં મનને સ્વસ્થ અને વિરક્ત જ રાખવું-તે કેટલું બધું દુષ્કર છે, એ હું જાણું છું, કારણ કે હું શ્રમણ છું!
ક્રોધ થઈ જાય છે..અભિમાન પીડે છે. માયા સતાવે છે...અને લોભદશા મજબૂત છે...હું આ કષાયોને “સંજ્વલન' કક્ષાના માનીને મન મનાવું છું...છઠ્ઠા ગુણસ્થાનકે તો સંજવલનના કપાયો રહેવાના..' એમ સમજીને અને બીજાઓને સમજાવીને, એ કષાયો કરતો રહું છું! ક્યારેય આત્મચિંતન કરીને નિર્ણય નથી કરતો કે “શું હું છઠ્ઠા ગુણસ્થાનક છું?' માત્ર વ્યવહારથી હું ભલે છછું ગુણસ્થાનકે કહેવાતો હોઉં...પરંતુ કષાયોનો સંબંધ વ્યાવહારિક ગુણસ્થાનક સાથે નથી. નિશ્ચયથી જીવ પહેલા ગુણસ્થાનક હોય અને વ્યવહારથી છઠ્ઠી ગુણસ્થાનકે હોય, તો એના કષાયો અનન્તાનુબંધી' કક્ષાના જ હોવાના!
રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવના ઊંડા કાદવમાં ઊંડો ઊતરતો જાઉં છું. મીઠો અને કડવો, તીખો અને તૂરો. બધા રસ મને ગમે છે. ક્યારેક મીઠો રસ ગમે છે તો ક્યારેક કડવો! ક્યારેક તીખો તો ક્યારેક તુર...રસોને લઈને કેવા પ્રબળ રાગ-દ્વૈપ થાય છે તે હું જાણું છું, આવી રાગ-દ્વેષની પરિણતિમાં વૈરાગ્યભાવ કેવી રીતે ટકે?
For Private And Personal Use Only