________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરતિની દુર્લભતા,
૨૯૧ છતાં જ માહ, રાગ, ગતાનુગતિકતા અને રસ-ઋદ્ધિ તથા શાતાની રસિકતા એમનુષ્યને ઘેરેલો હશે તો એ વિરતિ-ધર્મ નહીં પામી શકે, અર્થાત્ વ્રતો કે મહાવ્રતાનો અંગીકાર નહીં કરી શકે.
સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાન પામવાથી એ જીવાત્માના હૃદયમાં સાચી સમજાનો રત્નદીપક સળગતો હોય છે, પરનું અજવાળામાં ય જીવ પાપ ક્યાં નથી કરતો! પ્રકાશ હોવા છતાં ય ખાડામાં ક્યાં નથી પડતો! સમ્યગ્દર્શનના જ્ઞાનપ્રકાશમાં એ જાણે છે કે હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ પાપ છે. આ પાપ આચરવાથી પાપકર્મો બંધાય છે અને એના પરિણામે જીવાત્મા સંસારની દુર્ગતિઓમાં રઝળતો થઈ જાય છે. આ સમજણ એને ક્યારેક આ પાપોના ત્યાગની પવિત્ર ભાવનાની ભેટ પણ આપે છે. એને વિચાર આવે છે : “આ પાપોનો સર્વથા ત્યાગ કરીને, સંપૂર્ણ નિષ્પાપ શ્રમણ-જીવનને મારે અંગીકાર કરવું જોઈએ.”
પરન્તુ તરત મોહ એ પવિત્ર ભાવનાને કચડી નાખે છે, પીંખી નાખે છે... હમણાં તો હું શમણજીવન અંગીકાર નહીં કરી શકું, હજુ પુત્ર-પુત્રીઓને ભણાવવાનાં-પરણાવવાના બાકી છે. હજુ ધંધો થોડો કરી લેવો છે...' આવો મોહ, આવી અજ્ઞાનતા જન્મે છે રાગમાંથી.
પુત્ર, પત્ની, પરિવાર, સંપત્તિ, સ્નેહી-પરિજન વગેરે તરફનો અનુરાગ, જીવાત્માને સંસારનો સર્વત્યાગ ન કરવા દે. સંસારનું અનુરાગી હૃદય, સાચી સમજણને આચરણમાં મૂકવા દેતું નથી. જે પળોમાં...જે ક્ષણોમાં અનુરાગ મંદ પડી જાય છે, પેલી સાચી સમજણ એના ચિત્તને ખિન્ન કરી દેતી હોય છે! “મારો રાગ, મારો મોહ મને સર્વવિરતિમય શ્રમણજીવન અંગીકાર કરવા દેતો નથી.' સમ્યગદર્શનની આંખોથી જીવાત્મા પોતાના રાગ અને મોહનું દર્શન કરે છે.
જ્યારે સમ્યગુષ્ટિ જીવાત્મા અનન્ત ભવસાગરને જુએ છે..ભીષણ ભવસાગરને જુએ છે. ત્યારે એ વિચારે છે : “આવા અપાર ભવસાગરને કેમ કરીને પાર કરી શકાય? કોણ પાર ઉતારી શકે? આ વિષમકાળમાં કોણ સમર્થ છે ભવસાગરને તરાવનાર?' એની દૃષ્ટિ ધર્મના નામે, સંન્યાસના નામે ચાલતાં પાખંડો તરફ લંબાય છે અને એનું મન ધૃણાથી ભરાઈ જાય છે... “આવા પાખંડીઓ મને કેવી રીતે તારી શકે? તારે તો નહીં, ભવસાગરમાં ડૂબાડી દે..' અને સર્વત્યાગનો વિચાર, માત્ર વિચાર જ રહી જાય છે. સમ્યગદર્શનનો ગુણ ક્યારેક જીવાત્માને, એવા સત્પષનું દર્શન કરાવે છે
For Private And Personal Use Only