________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪.
પ્રશમરતિ કહીં દીધું કે “ભવ્ય જીવો પ્રશમવૈરાગ્યભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરે તે માટે હું કંઈક કહીશ.' તેઓની કરુણાપૂર્ણ દૃષ્ટિ રનનફિસાય માટે કેન્દ્રિત થયેલી છે, પછી તેઓ પરહિતનિરપેક્ષ કેવી રીતે રહી શકે? તેઓને તો જીવમાત્રમાં પ્રશમનો પ્રેમ જાગ્રત કરવો છે! વૈરાગ્યની વાસના ઉત્પન્ન કરી દેવી છે. આ કામ ત્યારે જ થઈ શકે કે જ્યારે જીવો આ ગ્રંથ તરફ આદરભાવથી જુએ, ગ્રંથને સ્વીકારે અને એનું અધ્યયન-મનન કરે.
સામાન્ય જીવોની સહજવૃત્તિને આચાર્યદેવ સમજે છે.... “સામાન્ય બુદ્ધિના મનુષ્યો મોટા ભાગે સજ્જનો-વિદ્વાનોને અનુસરતા હોય છે!' માટે તેઓ સજ્જનોને આ ગ્રંથ સ્વીકારવા માટે આગ્રહ કરી રહ્યા છે. તેઓનું લક્ષ્ય સજ્જનો નથી, લક્ષ્ય તો છે મુમુક્ષુ ભવ્ય જીવો! અલ્પબુદ્ધિ સામાન્ય માનવો! પરંતુ સજ્જનો દ્વારા જ તેઓ પાસે આ ગ્રંથ પહોંચવાની સંભાવના હોવાથી તેઓ સજ્જનોને પુનઃ પુનઃ પ્રાર્થના કરે છે.
શ્યામ હરણનો ચન્દ્ર સ્વીકાર કર્યો! હરણને વિશ્વપ્રિય ચન્દ્રનો આધાર મળ્યો તો ચન્દ્રની સાથે હરણ પણ વિશ્વને પ્રિય લાગ્યું! વિશ્વની દષ્ટિમાં તે શોભે છે. આધારભૂત દ્રવ્યની આ જ બલિહારી છે. આધાર જેટલાં ઉત્તમ, આધાર જેટલો સુંદર, આધેયની ભલે તે નિર્માલ્ય હોય, તુચ્છ હોય, અસાર હોય, છતાંય તેની ઉત્તમતા, તેની સુંદરતા દુનિયાની દ્રષ્ટિમાં આવવાની.
અલંકારો ભલે નકલી સોનાના હોય પરંતુ, શ્રીમંત મનુષ્ય પહેરેલા હોય તો! કપડાં ભલે સામાન્ય... અલ્પ મૂલ્યનાં હોય, પરંતુ ધનવાન પુરર્ષ પહેલાં હોય તો! એ અલંકારો અને વસ્ત્રો શોભે છે ને! આધાર દ્રવ્યની આ વિશેષતા છે.
માણસ ગરીબ છે. નિર્ધન છે, અને આભૂષણ શુદ્ધ સોનાનાં પહેર્યા હોય તો? માણસ રૂપ-લાવણ્ય વિનાનો છે, રંક-ભિખારી છે, અને વસ્ત્ર મૂલ્યવાન પહેર્યા હોય તો? એ આભૂષણ અને વસ્ત્ર શોભા નથી પામતાં! નિજા પામે છે!
જે વસ્તુ શોભે છે, દુનિયા તેને ચાહે છે! દુનિયા જેને ચાહે છે તેને સ્વીકારે છે. “પ્રશમરતિ’ શોભે તો દુનિયા એને ચાહ-પ્યાર કરે, તો એનો સ્વીકાર કરે! માટે “પ્રશમરતિ' ને શોભાવવી જ જોઈએ... તે ત્યારે જ શોભે, જ્યારે સજ્જનો એનો સ્વીકાર કરે!
સામાન્ય પુસ્તકની પણ સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રસ્તાવના લખે છે તો એ પુસ્તકનું મહત્ત્વ વધી નથી જતું? માટે તો દુનિયાને માન્ય પ્રસિદ્ધ પુરો પાસે પ્રસ્તાવના' આશીર્વચન' “પ્રાકથન' ઇત્યાદિ લખાવવામાં આવે છે !
For Private And Personal Use Only