________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્યનાં કારણો
- ૧૭૩ વિદ્વાનોને આવા સંસાર પ્રત્યે રાગ કેવી રીતે થાય? અનુરાગ કેવી રીતે જન્મ? એ પ્રજ્ઞાવંતોનાં હૃદય તો સંસાર પ્રત્યેના ઉગથી ઊભરાતાં હોય. સંસારની આસક્તિનાં બંધન તૂટી ગયાં હોય, ધર્માનુષ્ઠાનોમાં એમનાં મન લીન બનેલાં હોય, વિષમતામાં મન ઠરે નહીં. જ્યાં કોઈ જ વિષમતા નથી એવા અનંત સિદ્ધભગવંતોના મોક્ષમાં જ વિદ્વાનોનું મન ઠરે!
अपरिगणितगुणदोषः स्वपरोभयवाधको भवति यस्मात् ।
पञ्चेन्द्रियबलविवलो रागद्वेषोदयनिवद्धः ।।१०३।। અર્થ : ગુણ અને દોષનો વિચાર નહીં કરનાર, પાંચ ઇંદ્રિયોના બળથી વિબલ અને રાગદ્વેષના ઉદયથી બંધાયેલા [જીવાત્મા) સ્વ અને પર-બંનેને કષ્ટદાયી બને છે.
વિવેચન : જન્મ-જીવન અને મૃત્યુની અવિરત યાત્રા કરતા જીવાત્માનું કેવું વાસ્તવિક દર્શન કરાવે છે. ગ્રન્થકાર! આ દર્શન કર્યા પછી સંસારના અશુદ્ધ આત્મા પ્રત્યે અનુરાગ જ ન થાય! રાગનાં બંધનો તડાતડ તૂટી પડે.... આત્મા વૈરાગ્યરસમાં તરબોળ થઈ જાય. •
સંસારમાં ભટકી રહેલો જીવાત્મા, કે ૧. જે ગુણા-દોષનો વિચાર કરી શકતો નથી. ૨. જે પાંચ ઇંદ્રિયોની શક્તિથી ઉન્મત્ત છે, અને ૩. જે રાગદ્વેષના ઉદયથી ઘેરાયેલો છે, તે જીવાત્મા પોતાની જાતને દુઃખ આપનારો બને છે.
દુનિયામાં કેવા મનુષ્ય સાથે જીવતર જીવવાનાં? મોટા ભાગના મનુષ્યો ગુણ-દોષનો વિચાર કરી શકતા નથી. શું હિતકારી છે અને શું અહિતકારી છે, એનો ભેદ સમજી શકતા નથી. કોણ ઉપકારી છે અને કોણ અનુપકારી છે, એને પરખી શકતા નથી......હિતકારીને અહિતકારી માનીને હિતકારીનો તિરસ્કાર કરે છે અને અહિતકારીનો સ્વીકાર કરે છે. ઉપકારીને અનુપકારી માનીને ઉપકારીનો ત્યાગ કરે છે અને અનુપકારીનો આદર કરે છે......પરિણામ કેવું કરુણ આવે છે? ને પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. સાથે સાથે બીજાઓને માટે પણ દુઃખરૂપ બને છે.
પાંચે ઇંદ્રિયોની શક્તિઓ વૈયિક સુખોના ભોગ-ઉપભોગમાં અત્યંત વ્યય કરીને શક્તિહીન બનેલા જીવો કેવા દીન-હીન અને પરવશ બની જાય છે, તે શું દુનિયામાં જોવા નથી મળતું? કોણ એમને સમજાવે? ઇંદ્રિયોની ઉન્મત્તતા જીવાત્માની સમજણશક્તિને હણી નાંખે છે. વિષયરસમાં લીન બનેલી એ ઇંદ્રિયો ક્ષક્ષણે જીવાત્માના ભાવાણના છુંદેશૃંદા કરી નાંખે છે. અનેકવિધ વિપયિક સુખોના ભોગપભોગમાં સશક્ત ઇંદ્રિયો આત્માની પવિત્રતાને પીંખી
For Private And Personal Use Only