________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
પ્રશમરતિ મૃત્યુને ભેટે છે! સર્વજીવોના જીવનકાળ સમાન નથી આ સંસારમાં બુદ્ધિમાનના કાળજે ખૂચે એવી આ સંસારની વિષમતા છે. પછી એવા સંસાર પર હૈયાના હત વરસે ખરા? જીવ-જીવ વચ્ચેના જીવનકાળની અસમાનતાનું ચિંતન ભવવૈરાગ્યની જનની છે.
૬. બળની વિષમતા : એક માનવી અસાધારણ શારીરિક-શક્તિ ધરાવતો હોય છે, તો બીજા માનવી પોતાના શરીરનો ભાર પણ વહન કરી શકતો નથી! એક માનવી સેંકડો-હજારો શત્રુઓ સામે ઝઝૂમી શકે છે, જ્યારે એક માનવી એકાદ શત્રુને પણ જીતી શકતો નથી!
માનવ-માનવ વચ્ચે બળની અસમાનતા તો છે જ. દેવ અને માનવ, માનવ અને પશુ, પશુ અને નારક....ચાર ગતિના જીવોનાં બળ વચ્ચે પણ ઘણી વિષમતા છે. જીવોની શક્તિ સમાન હોતી નથી. આ અસમાનતા પ્રજ્ઞાવંત પુરુષને માટે વૈરાગ્યનું નિમિત્ત બની શકે છે.
૭. ભોગની વિષમતા : માની લો કે બે માણસો પાસે પાંચ ઇન્દ્રિયાનાં વિષય સુખો એકસરખાં છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં સુખો બંને પાસે સરખાં છે. પરંતુ બંને એ સુખોને સમાન રીત ભોગવી શકતા નથી! એક મનુષ્ય એ સુખોને થાક્યા વિના ખૂબ ખૂબ ભોગવે છે, જ્યારે બીજો માનવી થોડાંક સુખ ભોગવવાં ન ભોગવ્યાં ને થાકી જાય છે. ઇચ્છા હોવા છતાં અને મનગમતું ભોજન સામે હોવા છતાં ખાઈ શકતો નથી! સામે સ્વર્ગનું રૂપ અને યૌવન હોવા છતાં એને જોઈ શકતો નથી કે માણી શકતો નથી! સુખોનો ઉપભોગ કરવામાં પણ વિષમતા! એવી રીતે ભોગસામગ્રીની પ્રાપ્તિમાં પણ વિપમતા! એની પાસે વિપુલ ભોગસામગ્રી હોય છે, તો બીજાની પાસે થોડી પણ ભોગસામગ્રી નથી હોતી! આ વૈષમ્યદર્શન આત્માના વૈરાગ્યનું પ્રગટીકરણ કરી આપે છે.
૮. વૈભવની વિષમતા : એક મનુષ્ય પાસે હીરા, મોતી, સોનું, રૂપું અને વાડી-ગાડીનો પાર નથી, તો બીજા મનુષ્ય પાસે ખાવા રોટલો નથી અને સૂવા
ઓટલો નથી! એક માનવી મખમલની ગાદી ઉપર આળોટે છે, તો બીજાને પાથરવા માટ ફાટેલીતૂટેલી ગોદડી પણ નથી; એકની પાસે ભવ્ય મહેલાતો છે, તો બીજાની પાસે રહેવા ઘાસની ઝૂંપડી પણ નથી. એમની પાસે પહેરવાનાં સુંદર કિંમતી વસ્ત્રોના ઢગલા છે, તો બીજાની પાસે શરીરની લાજ ઢાંકવાપૂરતાં પણ કપડાં નથી....! આ છે માનવી માનવી વચ્ચેની ઘોર વિપમતા.....
For Private And Personal Use Only