________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪.
પ્રશમરતિ નાંખે છે... બિલાડી જેમ પારેવાને પીંખી નાંખે તેમ. આવા જીવાત્માઓથી ભરેલા સંસાર પર શા રાગ કરવાના?
ત્રીજી વાત છે રાગ અને હેપે વર્તાવેલા હાહાકારની! રાગ અને દ્વેષની કારમી ચિચિયારીઓથી સંસાર કેવો બિહામણો લાગે છે! દરેક જીવાત્મા આ રાગ-દ્વેષની લોહ-બેડીઓમાં જકડાયેલો છે. કોઈ એક ક્ષણ એવી પસાર નથી થતી કે જે ક્ષણ રાગથી રંગાયેલી ન હોય કે હેપથી દાઝેલી ન હોય!
રાગી સ્વયં દુઃખી થાય છે, બીજાને દુઃખી કરે છે. દ્વેષી સ્વયં અશાન્ત બને છે, બીજાને અશાન્ત કરે છે. દુનિયામાં આ બધું સહજ છે! સ્વસ્થ ચિત્તે દુનિયાનું અવલોકન કરવામાં આવે તો આ સત્ય જડી જાય, સત્ય સમજાઈ જાય, સંસારનો અનુરાગ ઓસરી જાય!
અજ્ઞાની જીવાત્માઓ રાગમાં સુખની કલ્પના કરતા હોય છે....... પરંતુ એમની કલ્પના કાચી માટીનાં ભીંતડાંની જેમ તૂટી પડતી હોય છે. તેઓ દુ:ખના દાવાનળમાં સળગતા હોય છે..... સંસારની આ વાસ્તવિકતા છે. વિવેકશૂન્ય અને વૈરાગ્યશૂન્ય જીવાત્માઓ સ્વયં દુઃખ, ત્રાસ અને વંદનાઓના શિકાર બની જતા હોય છે. એમના પરિચયમાં આવનારા જીવાત્મા પણ એ જ રીતે દુઃખ વ્યાસ અને વેદનાઓથી ઘેરાઈ જતા હોય છે. હડકાયા કૂતરાની જેમ ડાચિયાં મારતા આ રાગ અને દ્રુપ આત્માને બચકાં ભરી લોહીલુહાણ કરી રહ્યા છે. બેભાન આત્માને ભલે એ વેદનાની આજે અનુભૂતિ ન થતી હોય, પરંતુ જ્યારે ઇંદ્રિયોનો ઉન્માદ શમી જાય છે, ઇંદ્રિયો શક્તિહીન બની જાય છે.....કંઈક વિવેકની આંખો ખૂલે છે.....ત્યારે પેલી વેદનાઓ, બળતરાઓ માઝા મૂકીને જીવને પીડે છે.
સંસારમાં આ ત્રણ વાતોની જ બોલબાલા છે! સમગ્ર જીવસૃષ્ટિ ઉપર આ ત્રણ વાતો છવાઈ ગયેલી છે. અવિવેક, ઉન્મત્તતા અને રાગાન્ધતા! આવા સંસાર તરફ રાગ કેમ જ થાય? આવા સંસારમાં આસક્તિ કેમ જ જન્મે? ઉપરથી મીઠો, સુંદર અને સોહામણો લાગતો સંસાર, અંદરથી કડવો, કદરૂપો અને બિહામણો છે. અવિવેક એની કડવાશ છે, ઉન્મત્તતા એની કદરૂપતા છે અને રાગાન્ધતા એની બિહામણી સૂરત છે.
જે પ્રજ્ઞાવંત પૂ પને સંસારની વાસ્તવિકતાનું ભાન થઈ જાય, એને સહજભાવે ભવવૈરાગ્ય પ્રગટે જ. એના આત્માને પ્રદેશ પ્રદેશે વૈરાગ્યના રત્નદીપક પ્રગટ જ. એના રોમેરોમે પ્રશમનાં પુષ્પો ખીલી ઉઠે જ. વૈરાગ્યના પ્યાલા ભરીભરીને પીવા માટે, સંસારની આ ત્રણ વાતોને તિલાંજલિ આપો.'
For Private And Personal Use Only