________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૧
સંવર-ભાવના
હું સમજુ છું કે શુભાશુભ કમનો એ પ્રવાહ મારી મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓથી પ્રેરિત છે. હું જ્યાં સુધી મનમાં રાગદ્વેષમૂલક વિચારો કરતો રહીશ ત્યાં સુધી અનન્ત-અનન્ત કર્મો મારા આત્મામાં પ્રવેશતાં રહેવાનાં જ.
જ્યાં સુધી હું બોલતો રહીશ, વાણી-પ્રયોગ કરતો રહીશ ત્યાં સુધી કર્મોના ઘનઘોર વાદળાં આત્માની ચારે બાજુ ઘેરાતાં જ રહેવાનાં. જ્યાં સુધી મારી શારીરિક સૂક્ષ્મ કે સ્થૂલ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે ત્યાં સુધી કર્મબંધ અટકવાનો નથી!
આ જાણવા છતાં, એ કર્મોને આત્મામાં પ્રવેશતાં હું અટકાવતો નથી! અટકાવવાનો કોઈ દૃઢ સંકલ્પ કરતો નથી, અટકાવવાનો કોઈ પુરુષાર્થ કરતો નથી. “કેમ મને આવો કોઈ ભાવોલ્લાસ નથી જાગતો?' એ પ્રશ્ન જ્યારે મારા અંતરાત્મામાં ઊઠ્યો. હું વિચારતો જ રહ્યો...અને એનું સાચું કારણ મને જડી ગયું. જે શુભ કર્મોનો પ્રવાહ આત્મામાં વહી આવે છે તે શુભ કર્મો જીવાત્માને સુખ આપે છે. અને એ શુભ કર્મો સુંદર નીરોગી શરીર આપે છે, સારો પરિવાર આપે છે, ધન-સંપત્તિ આપે છે, ઇજ્જત-આબરૂ આપે છે. અને આવા ત અનેક સુખના સાધન આપે છે!
સુખનો રાગી જીવાત્મા, શુભ કર્મોથી મળતાં સુખોથી લલચાઈ જાય છે! એ સુખોની અનિત્યતાનો-વિનશ્વરતાનો વિચાર નથી કરતો! એ સુખોની પરાધીનતાનો વિચાર નથી કરતો! એ સુખોની સાથે જડાયેલા ઉપદ્રવોનો વિચાર નથી કરતો!
જ્યારે અશુભ કર્મો આત્મામાં પ્રવેશીને દુઃખ-ત્રાસ અને યાતનાઓનું નરક પેદા કરી દે છે ત્યારે તો જીવ ચીસ પાડી ઊઠે છે : “આવાં પાપકર્મ મારા આત્મામાં ક્યાંથી આવી ગયાં? ક્યારે છૂટીશ આવાં પાપકર્મોથી...?' પરન્તુ વળી શુભ કર્મોનો ઉદય થતાં એ બધું ભૂલી જાય છે! પુણ્યકર્મના ઉદયથી મળતાં સુખોમાં મન-વચન-કાયાથી ઓતપ્રોત થઈ જાય છે...
અનન્ત જન્મો વીતી ગયા આ રીતે. વર્તમાન જીવનનાં ઘણાં વર્ષો વીતી ગયાં અજ્ઞાનદશામાં. આત્મામાં કર્મોનો પ્રવેશ રોકવાનો કોઈ પ્રયત્ન કે પુરુષાર્થ મેં નથી કર્યો. હવે મારે આ પ્રયત્ન કરવો છે. મારે નથી જોઈતાં અશુભ કમાં, નથી જોઈતાં શુભ કર્મો.
અશુભ કર્મોનો આશ્રવ જેમ આત્માનું બંધન છે તેમ શુભ કમનો આશ્રય પણ આત્માનું બંધન છે. મારે હવે કોઈ બંધન નથી જોઈતું. હવે હું સર્વપ્રથમ તો અશુભ કર્મોના આશ્રવને રોકીશ. મારા મનમાં પાપવિચારો નહીં કરું,
For Private And Personal Use Only