________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તાત્મા અભાવરૂપ નથી
૪૮૫
દહીંમાં થાય છે. અથવા ઘડો ફૂટીને ઠીકરાં રૂપે થાય છે...તેવી રીતે દીપકના અગ્નિનું પરિણામાન્તર અંધકારમાં થાય છે...તેનો સર્વથા નાશ નથી થતો. આ જ રીતે, જીવનું પણ પરિણામાન્તર-ભાવાન્તરમાં સંક્રમણ થાય છે. કર્મોનો નાશ થવાથી અમૂર્ત અને અવ્યાબાધ સુખવાળો બને છે. આ રીતે, દુઃખાદિનો નાશ થવાથી જીવની જે શુદ્ધ શાશ્વતુ અવસ્થા પ્રગટે છે, તે જ મોક્ષ છે. તે જ જીવની મુક્તાવસ્થા છે.
૨.જેનાં અનાદિ સંયોગ હોય તેનો કદાપિ વિયોગ ન થાય,' આ સિદ્ધાન્ત જ ખોટો છે! શું સુવર્ણ અને માટીનો અનાદિ સંયોગ નથી? છતાં વિયોગ થાય છે ને? માટી અને સોનું જુદાં પડે છે ને? તેવી રીતે જીવ અને કર્મનો અનાદિ સંયોગ હોવા છતાં તે જુદા થઈ શકે છે.
૩. વળી, ‘નારકાદિ પર્યાયથી ભિન્ન બીજો કોઈ જીવ નથી, એટલે તે પર્યાયનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે,’ આ સમજણ અધૂરી છે. પહેલી વાત : પર્યાય દ્રવ્યના હોય. જીવ દ્રવ્ય છે અને દેવપણું, મનુષ્યપણું, તિર્યંચપણું, નારકીપણું..એ જીવના પર્યાયો છે. એક પર્યાય નાશ પામે, બીજો પર્યાય ઉત્પન્ન થાય...જીવ નાશ ના પામે, જીવ ચૈતન્યસ્વરૂપ છે. 'ચેતનાનક્ષળો નીવ· ચૈતન્ય ક્યારેય નાશ ના પામે. મુળ દ્રવ્ય સર્વથા નાશ ન પામે. રૂપાન્તર, ભાવાન્તર...પરિણામાન્તર પામે. જેમ સોનાનું કડું છે. તે કડું તોડીને સોની હાર બનાવે છે તો સોનું નાશ નથી પામતું! કડાકૃતિ નાશ પામે છે.
ૐ આત્મા નિત્ય છે, શાશ્વત્ છે, તેની સંસારી-અવસ્થા કે જે કર્મકૃત છે, તેનો નાશ થઈ જતાં આત્મા મુક્ત-સિદ્ધરૂપે પરિણામાત્તર પામે છે, માટે મોક્ષ છે. મોક્ષનો અભાવ નથી.
* આત્માના જ્ઞાનદર્શનોપયોગરૂપ સ્વભાવ સ્વતઃ સિદ્ધ છે, તે કોઈ નિમિત્તથી જન્મેલાં નથી. માટે આત્મા (મુક્ત) અભાવરૂપ નથી. કારણ કે જીવ ક્યારે પણ પોતાના સ્વભાવને છોડતો નથી. જ્ઞાન-દર્શનોપયોગ અનાદિ કાલથી સ્વતઃ સિદ્ધ છે. ઉપયોગ બદલાયા કરે, પણ નાશ ન થાય. જ્ઞાનોપયોગ પછી દર્શનોપયોગ...વળી જ્ઞાનોપયોગ...] જેમ, કોઈ માણસ એક ગામથી બીજે ગામ જાય છે, તો એ પુરુષનો સર્વથા અભાવ નથી થઈ જતો, તેમ જીવ સંસારીમાંથી મુક્ત થઈ જાય એટલે એનો અભાવ નથી થઈ જતો.
* મુક્તાત્મા અભાવરૂપ નથી તેનું છેલ્લું પ્રમાણ છે સર્વજ્ઞનાં આગમ અમને તો આપ્તપુરુષોનાં વચન મુક્તિયુક્ત હોવાથી શ્રદ્ધેય છે. ‘આઠ કર્મોથી મુક્ત આત્મા ચૈતન્યસ્વરૂપ છે અને જ્ઞાન-દર્શનોપયોગના લક્ષણવાળો છે.’ આ વાત અનુમાન પ્રમાણથી અને આગમ-પ્રમાણથી સિદ્ધ થાય છે .
For Private And Personal Use Only