________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથોનું અધ્યયન-પરિશીલન કરવાની ભારપૂર્વક ભલામણ કરતો રહું છું... મારા અંતેવાસીઓને તો કંઠસ્થ જ કરાવી દીધા છે આ ગ્રંથો.
આ ગ્રંથોના અનુચિંતનમાં મેં જે આનંદ અનુભવ્યો, તે આનંદ સહુ અનુભવે, તે માટે અનુચિંતનને મેં લખવા માંડયું... અને ‘જ્ઞાનસાર’ ઉપરનું વિવેચન સંપૂર્ણ લખાઈ ગયું... ત્યાર પછી પ્રશમરતિ' ઉપર લખવાનો પ્રારંભ કર્યો...
બીજી અનેક જવાબદારીઓની વચ્ચે... સંઘ અને શાસનનાં અનેક કાર્યોની વચ્ચે... આ ‘વિવેચન' લખવાનું કામ ઢીલું પડી ગયું. પરંતુ મારા આત્મીય સખા મુનિવર... પંન્યાસ શ્રી સ્થૂલભદ્રવિજયજી ણની સતત ઉધરાણીએ અને મુંબઈના તત્ત્વરસિક સુશ્રાવક પ્રવીણભાઈ અમરચંદ ઝવેરીના વારંવારના આગ્રહના પરિણામે... આ વિવેચન લખવામાં ઝડપ આવી અને ૧૦૧ શ્લોકો ઉપર વિવેચન પૂરું થયું.
વિ.સં. ૨૦૨૩માં જ્યારે મારા સહોદર વડીલભ્રાતા પૂ. મુનિરાજશ્રી ધર્મગુપ્તવિજયજી મ.સા. સાથે, પાટણ (ઉ. ગુજરાત)માં અમારું ચાતુર્માસ હતું, ત્યારે મારા સહૃદયી મિત્ર મુનિવર શ્રી પુંડરિકવિજયજી પણ અમારી સાથે હતા. એમની ઇચ્છા હતી કે ‘કોઈ વૈરાગ્ય ભરપુર ગ્રંથ રોજ કલાક-કલાક વાંચીએ!' પાટણના તત્ત્વરસિક સુશ્રાવક નંદુભાઈ (નંદલાલભાઈ) ની પણ આવી જ ભાવના હતી... અને ‘પ્રશમરતિ' વાંચવાનું નક્કી કર્યું. ચાતુર્માસમાં સંપૂર્ણ ગ્રંથનો સ્વાધ્યાય થયો. અલબત્ત, આ પૂર્વે વિ.સં. ૨૦૧૪માં જ્યારે વ્યાખ્યાતા તરીકે મારું પહેલું જ ચાતુર્માસ ખંભાતમાં થયેલું ત્યારે વ્યાખ્યાનમાં મેં ‘પ્રશમરતિ’ ઉપર શ્રી હરિભદ્રસૂરિજી મ. (યાકિની મહત્તરાસુનુ નહીં, બીજા) ની ટીકા જ વાંચી હતી. પાટણના જ્ઞાનભંડારમાંથી બીજી પણ ટીકા મળી. ભાવનગરની શ્રી જૈનધર્મપ્રચારક સભા તરફથી વિ.સં. ૧૯૬૬માં મુદ્રિત થયેલી એ ટીકા છે... ટીકાકારનું નામ નથી! ‘અવસૂરિ' પણ એ પ્રતમાં છપાયેલી છે. તેના કર્તાનું પણ નામ નથી! જ્યારે મેં આ ટીકા વાંચવા માંડી... મને પારાવાર આનંદ થયો. આર્યંત શ્રુતનો દિવ્ય પ્રકાશ મળ્યાં... અમે પાટણના એ ચાતુર્માસમાં બંને ટીકાઓના સહારે સંપૂર્ણ ‘પ્રશમરતિ'નો સ્વાધ્યાય કર્યો... એ વખતે જ ‘મારે 'પ્રશમરત્તિ' ઉપર વિવેચન... અનુચિંતન લખવું છે! આ વિચારબીજ અંતરની ધરતીમાં રોપાઈ ગયું હતું.
વિવેચન લખવામાં મેં આ ઉપલબ્ધ બંને ટીકાઓનો સહારો લીધાં છે... એમાં ય અજ્ઞાત ટીકાકારની ટીકાએ તો મને તત્ત્વઅનુપ્રેક્ષામાં પ્રતિક્ષણ માર્ગદર્શન
For Private And Personal Use Only