________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
પ્રશમતિ
૩. ઇર્યા-એષણા : સાધુ-સાધ્વી ભિક્ષા લેવા જાય, વિહાર કરે....કોઈ પણ કારણસર ગમનાગમન કરે, તે ગમનાગમન તેમણે ધીમે ધીમે કરવું જોઈએ. દૃષ્ટિને જમીન પર સ્થિર રાખીને કરવું જોઈએ અને કોઈ ત્રસ કે સ્થાવર જીવોની હિંસા ન થઈ જાય, તેની કાળજી રાખીને ચાલવું જોઈએ. આ વાતને
આ અધ્યયનમાં સારી રીતે સમજાવવામાં આવી છે. ચાલવાની ક્રિયા જીવનની એક મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. તે ક્રિયા ખૂબ સાવધાનીપૂર્વક કરવાની જિનેશ્વરદેવાની આજ્ઞા છે.
૪. ભાષાજાત : સાધુ-સાધ્વીએ કેવા શબ્દો બોલવા જોઈએ, કેવા શબ્દો ન બોલવા જોઈએ, સાધુ-સાધ્વીની વાણી સ્વ-પરને નુકસાન કરનારી ન હોવી જોઈએ. સાધુ-સાધ્વીએ વિચાર કરીને બોલવું જોઈએ....આ ભાષાપ્રયોગોને આ અધ્યયનમાં બતાવવામાં આવ્યા છે. બોલવાની ક્રિયા માનવજીવનની મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. વાણીસંયમ સાધુજીવનનાં પ્રાણ છે.
૫. વસ્ત્ર-એષણા : સાધુ-સાધ્વીએ કેવાં અને કેટલાં વસ્ત્ર ધારણ કરવાં જોઈએ, વસ્ત્ર ક્યાંથી અને કેવાં લેવાં જોઈએ-એ વિષયને આ અધ્યયનમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. વસ્ત્રપરિધાન એ પણ જીવનની એક વિશિષ્ટ ક્રિયા છે. વસ્ત્રનાં પણ લક્ષણો જોવાનાં હોય છે. સારાં લક્ષણોવાળાં વસ્ત્ર ગ્રહણ કરવાં જોઈએ. ખરાબ લક્ષણવાળાં વસ્ત્ર ગ્રહણ ન કરવાં જોઈએ. ખરાબ લક્ષણવાળાં વસ્ત્ર ન લેવાં જોઈએ.
૬. પાત્ર-એષણા : સાધુ-સાધ્વીને આહાર માટે અને નિહાર માટે પાત્રની [ભાજનની] જરૂર રહે, એ પાત્ર તુંબડાનાં હોય, લાકડાનાં હોય, તે પાત્ર સાધુ-સાધ્વીએ કેટલાં રાખવાં જોઈએ, કેવાં રાખવાં જોઈએ અને કેવી રીતે એ ગ્રહણ કરવાં જોઈએ, એ વિષયનું પ્રતિપાદન આ અધ્યયનમાં કરવામાં આવેલું છે.
૭. અવગ્રહ-પ્રતિમા : સાધુ-સાધ્વીએ, જે જગ્યાનો, જે ભૂમિનો, જે મકાનનો ઉપયોગ કરવાનો હોય, તેના માલિકની રજા લેવી જોઈએ, દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, શય્યાતર અનેં સાધર્મિક સાધુ-સાધ્વી (જો એ મકાનમાં પહેલાંથી રહેલા હોય તો) ની રજા લેવી જોઈએ. સાથે સાથે, એ મકાનમાં જેટલી જગ્યાનો જે માટે ઉપયોગ કરવાના હોય, તેટલી જગ્યા વાપરવાની રજા પણ લેવી જોઈએ. આ વિષયનું સ્પષ્ટ માર્ગદર્શન આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે.
સાધુ-સાધ્વીના જીવનને અત્યંત સ્પર્શતી સાત વાર્તાને આ સાત અધ્યયનોમાં એવી સરળતાથી સમજાવવામાં આવી છે કે સાધુ-સાધ્વીને સારો ને સ્પષ્ટ બોધ
For Private And Personal Use Only