________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬o
પ્રશમરતિ નિશ્રામાં જીવવાનું છે. જે સ્વયં ગીતાર્થ નથી અથવા ગીતાર્થની નિશ્રામાં રહેતો નથી તે મોક્ષમાર્ગની આરાધક બની શકતો નથી. મોક્ષમાર્ગની આરાધનામાં ઉત્સર્ગ-અપવાદના અને નિશ્ચય-વ્યવહારના જ્ઞાનની અનિવાર્ય આવશ્યકતા હોય છે .
કહ્યું અને અકથ્યનો વિધિ નિરપેક્ષ નથી, સાપેક્ષ છે, આ વાત ગ્રન્થકારે અને ટીકાકારે ખૂબ સ્પષ્ટતાથી સમજાવી છે. દરેક સાધુ સાધ્વીએ આ વાતોનું ચિંતન-મનન કરીને પોતાના જીવનમાર્ગને પ્રશસ્ત કરવો જોઈએ.
સાચો પુરુષાર્થ तच्चिन्त्यं तद्भाष्यं तत्कार्य भवति सर्वथा यतिना।
नात्मपरोभयवाधकमिह यत्परतश्च सर्वाद्धम् ।।१४७ ।। અર્થ : મુનિએ સર્વથા તે જ વિચારવું જોઈએ, તે જ બોલવું જોઈએ અને તે જ કરવું જોઈએ કે જે આ લોકમાં અને પરલોકમાં, સર્વદા પોતાને, બીજાને અને ઉભયને દુ:ખદાયી ન બને.
વિવેદન : તમે જો મુનિરાજ છો તો તમારે સતત તમારા વિચારોનું નિરીક્ષણ કરવું જોઈએ. એ સાવધાની રાખવી જોઈએ કે પ્રિયસંયોગના અને પ્રિયવિયોગના વિચારો તમારા મનનો કબજો ન લઈ લે. અપ્રિયસંયોગ અને અપ્રિય વિયોગના વિચારો તમારા મનને અશાંત ન બનાવી મૂકે.
તમને જે વ્યક્તિ કે જે વસ્તુ પ્રિય છે, તમને તેના સમાગમની ઇચ્છા રહેવાની. એ મેળવવા તમે સતત વિચારો કરવાના. તે મળી ગયા પછી એનો વિયોગ ન થાય એ માટે તમે ચિંતાતુર રહેવાના. વિયોગ થઈ ગયા પછી તમે શકાકુલ બની જવાના! એવી રીતે તમને જે અપ્રિય છે અને તમને વળગ્યું છે, તમે એનાથી છૂટવાના વિચારો કરવાના છૂટી ગયા પછી, ફરીથી એ અપ્રિય ન વળગે તે અંગે ચિંતા કરવાના. આ રીતે પ્રિય-અપ્રિયના સંયોગ-વિયોગના વિચારોથી તમારું મન એવું ચંચળ, અસ્થિર અને વિહ્વળ બની જવાનું કે તમે તમારા સંયમયોગોમાં સ્થિરતા પ્રાપ્ત નહીં કરી શકો. અનંત-અનંત પાપકર્મોથી તમારો પવિત્ર આત્મા બંધાઈ જવાનો...પાપ-કર્મોનું પરિણામ તો તમે જાણો છો..માટે મનમાં આવાં કોઈ અશુભ વિચાર ન પ્રવેશી જાય એ માટે સતત જાગ્રત રહેજો, જો જાગૃતિ ન રહી તો એ પ્રિયાપ્રિયના વિચારોમાંથી હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્ય અને પરિગ્રહના વિચારો મન ઉપર અધિકાર જમાવી
For Private And Personal Use Only