________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કલ્પ-અકલ્પ્ય
૨૫૯
૪. અવસ્થા : ધર્મગ્રન્થોમાં મુખ્યત્વે ત્રણ અવસ્થાઓનો વિશેષ વિચાર કરવામાં આવેલો છે. ૧. બાલ્યાવસ્થા ૨. ગ્લાનાવસ્થા. અને ૩. વૃદ્ધાવસ્થા,
આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેનારા બાલસાધુઓ માટે અપવાદરૂપે અકલ્પ્ય પણ કલ્પ્ય બને છે. યુવાન શ્રમણો માટે જે ઘી-દૂધ-દહીં વગેરે અકલ્પ્ય ગણાય છે તે ઘી-દૂધ વગેરે બાલ શ્રમણો માટે કલ્પ્ય ગણાય છે, આઠ વર્ષથી સોળ વર્ષ સુધીના શ્રમણો માટે ઘી-દૂધ વગેરેની છૂટ આપવામાં આવી છે. એવી રીતે વસ્ત્ર અને પાત્રના વિષયમાં પણ બાલ શ્રમણો માટે કેટલાક અપવાદો છે.
ગ્લાન-બીમાર સાધુના માટે તો ઘણું-ઘણું અકલ્પ્ય કલ્પ્ય બને છે. વૈદ્ય કે ડૉક્ટરોનાં સૂચનોનો અમલ કરવો આવશ્યક હોય છે. વસ્ત્ર-પાત્ર અને મકાનના વિષયમાં પણ ઘણું અકલ્પ્ય કલ્પ્ય બને છે.
૭૦ વર્ષની ઉંમર થઈ એટલે વૃદ્ધાવસ્થા કહેવાય. આવા વૃદ્ધ શ્રમણો માટે પણ કેટલુંક અકલ્પ્ય કલ્પ્ય બને છે. એમના માટે જ્ઞાનીપુરુષોએ ઘણા અપવાદો સૂચવ્યા છે. વૃદ્ધ શ્રમણોની સમતા-સમાધિ જળવાય એ રીતે તેઓને ભિક્ષા, વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપયોગ કરવાનો છે.
૫. ઉપથાત : ઉપઘાત એટલે સુક્ષ્મ જીવોથી સશક્ત મકાન, વસ્ત્ર વગેરે હોય તો તે અકલ્પ્ય બને છે. એટલે કે મકાનમાં કુંથુઆ, માંકડ વગેરે થયા હોય, પરંતુ બીજું કોઈ મકાન ન મળતું હોય તો માંકડવાળા મકાનમાં પણ જયણાપૂર્વક રહે. સાંધેલાં વસ્ત્ર-પાત્ર અકલ્પ્ય હોવા છતાં, બીજા વસ્ત્ર-પાત્ર ન મળતાં હોય તો અકલ્પ્ય પણ કલ્પ્ય બને છે.
૬. શુદ્ધ પરિણામ : અકથ્યને પણ ગ્રહણ કરતાં, ચિત્તના અધ્યવસાયો વિશુદ્ધ જોઈએ, નિષ્કપટ હૃદયથી, અપવાદ માર્ગે અકલ્પ્ય પણ ગ્રહણ કરી શકે. વાસ્તવમાં એવું કોઈ વિશેષ કારણ ન હોય, છતાં એવું કોઈ કારણ ઉપસ્થિત કરીને જો અકલ્પ્ય ગ્રહણ કરે તો તે દોષિત બને છે. એટલે કોઈ પણ અપવાદનું આલંબન લેતાં હૃદય કપટરહિત હોવું જોઈએ.
દેશ, કાલ વગેરેની અપેક્ષાઓના વિચાર શાસ્ત્રસંમત હોવા જોઈએ. જ્યારે જ્યારે એવી અપેક્ષાએ અકલ્પ્ય ગ્રહણ કરવું પડે ત્યારે અબૂઝ અજ્ઞાની લોકો અને અગીતાર્થ સાધુઓ અધર્મ ન પામે, એમના મનમાં વિસંવાદ પેદા ન થાય, એવી કાળજી રાખવી જોઈએ એટલે અપવાદનું આલંબન જ્ઞાની એવા ગીતાર્થ પુરુષો જ લઈ શકે.
સાધુ-સાધ્વીએ ગીતાર્થ બનીને જીવવાનું છે અથવા ગીતાર્થ મહાપુરુષોની
For Private And Personal Use Only