________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરત
પ્રતિમા :
‘પ્રતિમા’ એટલે પ્રતિજ્ઞા અથવા નિયમ, સાધુજીવનમાં વિશિષ્ટ કોટિના નિયમો સ્વીકારીને, અપ્રમત્ત જીવન જીવવાનો અભ્યાસ કરવાનો હોય છે. પ્રાચીન સમયમાં શ્રેષ્ઠ કોટિના સાધુપુરુષો આ બાર પ્રકારની ‘પ્રતિમા’નો ક્રમશઃ અભ્યાસ કરતા હતા. વર્તમાનકાળે આ 'પ્રતિમા' ધારણ કરનારા મુનિઓ જોવામાં આવતા નથી.
(૧) પહેલી ‘પ્રતિમા’ નો સમય એક મહિનાનો હોય છે. રોજ એક સમય જ ભિક્ષા ગ્રહણ કરે. એક જ વાર, એક જ ધારાએ પાત્રમાં દાતા નાંખે તેટલું ગ્રહણ કરે. એવી રીતે પાણી પણ એક જ ધારાએ પાત્રમાં દાતા નાંખે તેટલું ગ્રહણ કરે. આ રીતે ભિક્ષા અને પાણી ગ્રહણ કરે, તે પણ નીચેના પાંચ પ્રકારના અભિગ્રહમાંથી ગમે તે બે અભિગ્રહ ધારણ કરીને!
૨.
૧. અતિ કંજૂસ માણસ પણ જે ભિક્ષા પસંદ ન કરે, તેવી ભિક્ષા મળશે તો લઈશ. જે ઘરમાં એક જ માલિક હોય, તેવા ધ૨માંથી ભિક્ષા ગ્રહણ કરીશ. ૩-૪. અગર્ભિણી અને બાળક વિનાની સ્ત્રી અથવા બાળકને સ્તનપાન ન કરાવતી હોય, તેવી સ્ત્રી ભિક્ષા આપશે તો જ ગ્રહણ કરીશ.
૫. એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર હોય અને ભિક્ષા આપે, તો ગ્રહણ કરીશ.
* આ ‘પ્રતિમા’ ધારણ કરનારા મહાત્માઓ જલ હોય, ભૂમિ હોય કે અટવી હોય, સૂર્યાસ્ત થઈ ગયો કે તે જ સ્થાને રોકાઈ જાય. એક પગલું પણ આગળ વધે નહીં, સૂર્યોદય સુધી ત્યાં જ રહે.
* ગામમાં કે નગરમાં લોકો જાણી જાય કે ‘આ મહાત્મા પ્રતિમાધારી છે.’ તો એ ગામમાં એક રાતથી વધુ ન રોકાય. અજ્ઞાત ગામમાં બે રાત્રિ રહી શકે.
* જે માર્ગે જતા હોય, તે માર્ગ ઉપર સામેથી કે પાછળથી હિંસક પશુ આવે, તો પણ આ મુનિ પોતાનો માર્ગ ન છોડે. પશુ હિંસક ન હોય તો માર્ગ છોડી શકે.
For Private And Personal Use Only
* તડકામાંથી છાંયડામાં ન જાય. છાંયડામાંથી તડકે ન જાય.
* એક મહિના સુધી અખંડિતપણે ગામેગામ વિચરતા રહે.
* મોટા ભાગે મૌન રહે. ઉપાશ્રય, ઘાસ, આદિની અનુજ્ઞા લેવા પૂરતું જ બોલે. (શય્યાતરની અનુજ્ઞા લેવી પડે.)