________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
પ્રશમરતિ એ તિર્યંચયોનિ અને નરકયોનિની અતિથિ બને છે, એ દુર્ગતિઓમાં હજારો લાખો..... કરોડો વર્ષો સુધી એકધારી જે ભયંકર યાતનાઓ ભોગવે છે, તે યાતનાઓમાં નામ પણ ગણાવવાં શક્ય નથી! એ યાતનાઓનું વર્ણન કરવું તો દૂર રહ્યું, કોણ એનું વર્ણન કરી શકે? કોણ એ અનંત વેદનાઓનાં નામ પણ ગણાવી શકે?
પરંતુ આશ્ચર્ય! અનંત અનંત આપત્તિઓમાં ઘેરાયેલો, ઘોર કદર્થના અનુભવ કરતો જીવાત્મા, કષાયોનો ફેડો છોડતો નથી! એ તો કષાયોને જ હિતકારી માનતો રહે છે. એ દુર્ગતિઓમાં એને સમજાવે પણ કોણ? અને એ સમજે પણ કેવી રીતે? જ્યાં બદ્ધિ નહીં, બુદ્ધિનો વિકાસ નહીં, વિવેક નહીં ત્યાં જીવ, કષાયોને સર્વ દુઃખોનું મૂળ કેવી રીતે સમજી શકે? એ સમજવાની ક્ષમતા છે માનવમાં! એની પાસે વિકસિત અને વિવેકી મન છે, નિર્મળ ચિત્ત છે, કર્મોના ભારથી હલકો થયેલો આત્મા છે.
કરુણાપૂર્ણ હૃદયથી ગ્રંથકાર મહાત્મા કહે છે : ક્રોધી ન બનો, અભિમાની ન બનો, માયાવી ન બનો, લોભી ન બને. કપાયપરવશતા તમને.... તમારા આત્માને ઘોર આપત્તિઓની ભયંકર ખાઈમાં ધકેલી દેશે. અસંખ્યકાળપર્યત તમને દુઃખ સિવાય, કંઈ જ નહીં મળે....
તમારે એ દુ:ખોનાં નામ જાણવાં ? એ વેદનાઓના પ્રકાર ગણવા છે? એ આપત્તિઓનાં વર્ણન સાંભળવાં છે? તે શક્ય નથી! જે અનંત છે, જે અસંખ્ય છે-એની ગણના કરવી શક્ય નથી, એનું વર્ણન કરવું સંભવિત નથી.
તે છતાંય તમારી તીવ્ર જિજ્ઞાસા છે, એ કષાયોની કદર્થના જાણવાની, તો થોડીક વાતો સાંભળી લો. તમારી પાસે બુદ્ધિ છે, મતિ છે.... વિચાર કરવાની ક્ષમતા છે, તો તમે આ થોડા પણ અનર્થોને જાણીને, એના પર ગંભીર ચિંતન કરજો..... તમને વિશ્વમાં દેખાતાં સર્વ દુઃખોનું મૂળ આ કપાયો જ સમજાશે! લો, એક-એક કપાયનો એક-એક મોટો અનર્થ સાંભળો
કષાયોનું પરિણામ क्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति ।
शाठ्यात् प्रत्ययहानिः सर्वगुणविनाशनं लोभात् ।।२५ ।। અર્થ : ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. માનથી વિનય હણાય છે. માયાથી વિશ્વાસની હાનિ થાય છે અને લોભથી સર્વ ગુણ નાશ પામે છે.
For Private And Personal Use Only