________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
પ્રશ્ન : શું સર્વજ્ઞ સિવાય બીજાઓએ પણ તત્ત્વો બતાવ્યાં છે ? ઉત્તર : હા, એકાન્તવાદી અસર્વજ્ઞોએ પણ તત્ત્વો બતાવેલાં છે. કણાદ, કપિલ, બુદ્ધ વગેરેએ પણ તત્ત્વો બતાવ્યાં છે. સત્તા, સામાન્ય-વિશેષ, દ્રવ્યત્વ આદિ તત્ત્વો બતાવ્યાં છે, પરન્તુ તે યથાર્થ નથી.
સર્વજ્ઞપ્રતિપાદિત તત્ત્વો પર અશ્રદ્ધા તે અનધિગમ મિથ્યાત્વ છે અને બીજા‘ એકાન્તવાદીઓએ બતાવેલાં તત્ત્વો પર શ્રદ્ધા તે ‘વિપર્યય-મિથ્યાત્વ' છે.
પ્રશમતિ
આ રીતે સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ સમજાવીને ગ્રન્થકાર એમ કહેવા ચાહે છે કે સમ્યક્ત્વી જીવનું જ્ઞાન જ
સમ્યજ્ઞાન છે. મિથ્યાત્વીનું જ્ઞાન અજ્ઞાન છે! અહીં એક જિજ્ઞાસા પ્રગટે છે કે ‘જ્ઞાન કેટલાં અને ક્યાં ક્યાં છે? એ જ્ઞાનનું સ્વરૂપ શું છે? એ અપ્રગટ જિજ્ઞાસાને તૃપ્ત કરવા ગ્રન્થકાર કહે છે :
જ્ઞાનના પાંચ પ્રકાર છે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચ જ્ઞાન બે વિભાગમાં વિભાજિત થાય છે : પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષજ્ઞાન.
પાંચ ઇન્દ્રિયો અને મનની સહાય વિના માત્ર આત્માનું જે જ્ઞાન તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. પાંચ ઇન્દ્રિયો અને મનની સહાયથી જે જ્ઞાન થાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય.
પ્રશ્ન : ઇન્દ્રિયનિમિત્તક જ્ઞાનને પ્રત્યક્ષ ન કહેવાય?
ઉત્તર ઃ નિશ્ચયથી ન કહેવાય, વ્યવહારથી કહેવાય. ‘નન્દીસૂત્ર’ માં કહ્યું છે: तं समासओ दुविहं पण्णत्तं तं जहा पच्चक्खं च परोक्खं च । से किं तं पच्चक्खं ? पच्चखं दुविहं पण्णत्तं तं जहा - इद्रियपच्चक्खं नोइन्द्रियपच्चक्खं च ।
[તે જ્ઞાન બે પ્રકારનું છે : પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારનું : ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષ.] આ રીતે ઇન્દ્રયજન્ય જ્ઞાન પણ વ્યવહારથી પ્રત્યક્ષ કહેવાય. પ્રસ્તુતમાં ગ્રન્થકારે જે બે ભેદ બતાવ્યા છે તે નિશ્ચયથી સમજવાના છે.
तत्र परोक्षं द्विविधं श्रुतमाभिनियोधिकं च विज्ञेयम् । प्रत्यक्षं चावधिमनःपर्यायी केवलं चेति ।।२२५ ।।
For Private And Personal Use Only
અર્થ : તેમાં પાંચ જ્ઞાનમાં] પરોક્ષ જ્ઞાન બે પ્રકારનું જાણવું : શ્રુતજ્ઞાન અને આભિનિબાંધિકજ્ઞાન તથા અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન, આ પ્રત્યક્ષ જ્ઞાન જાણવું.