________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ સુખી પ્રશાત્તાત્મા
૨૨૧ થઈ જવાનાં.....” આવી ભ્રમણામાં ન રહેશો. જ્યાં સુધી તમે તમારા કષાયોને ઉપશાત્ત નહીં કરો, તમારી વિષયવાસનાને નહીં ઠારો ત્યાં સુધી તમારું સમ્યગુદર્શન તમને આત્મગુણોના ખજાના પાસે નહીં લઈ જાય. કદાચ બુઝાઈ પણ જાય.
તમારી બુદ્ધિ ધારદાર છે અને તમારું શાસ્ત્રજ્ઞાન અગાધ છે; છતાં તમે અસ્વસ્થ લાગો છો....શાથી? શું તમે તમારી સુક્ષ્મ બુદ્ધિ અને અગાધ શાસ્ત્રજ્ઞાન ઉપર મદાર નથી બાંધી લીધો ને કે “અમારી બુદ્ધિ અને શાસ્ત્રજ્ઞાન અમને મુક્તિ અપાવશે!” એના ભરોસે તો તમે વિષય-કષાયોના ખેલ નિર્ભયતાથી નથી ખેલી રહ્યા ને? આન્તર શાન્તિ અને ચિત્ત પ્રસન્નતાની ઉપેક્ષા કરીને, ઉપશમભાવની સરાસર વિસ્મૃતિ કરીને, માત્ર બુદ્ધિ અને જ્ઞાનના સહારે તમે આત્મગુણોની સમૃદ્ધિ નહીં મેળવી શકો.
તમે દિવસ-રાતમાં બે-ત્રણ કલાક સવિકલ્પ કે નિર્વિકલ્પ ધ્યાન ધરીને હું ધ્યાની છું અને ધ્યાનના માધ્યમથી આત્માનો પ્રકાશ પામી જઈશ. આવું માની બેઠા નથી ને? ધ્યાનના એ -ત્રણ કલાક સિવાયના કલાકોમાં તમે કષાયોનો સહારો લો છો, વૈષયિક સુખોની સુંવાળી પથારીમાં આળોટો છો, અને માનો છો કે તમને કેવળજ્ઞાન થઈ જશે! તમને વીતરાગતા મળી જશે! આ તમારી અજ્ઞાનદશા છે. કષાયોને ઉપશાન્ત કર્યા વિના, વિષયવાસનાઓની આગ બુઝવ્યા વિના તમે આત્માની પૂર્ણતા ક્યારેય નહીં પામી શકો.
તમે તપસ્વી . આઠ ઉપવાસ, સોળ ઉપવાસ અને મહિનાના ઉપવાસ પણ કરો છો...... એ સાથે પાંચસો કે હજા૨ આયંબિલ કરી શકો છો... ઉઘાડા પગે અને ઉઘાડા માથે ધોમધખતા તાપમાં માઇલો સુધી ચાલી શકો છો....પરંતુ કોઈ તમારું અપમાન કરે છે ત્યારે ક્રોધથી લાલચોળ થઈ જાઓ છો ને? કોઈ તમને માન-સન્માન ન આપે ત્યારે અકળાઈ જાઓ છો ને? કોઈ સુંદર રૂપ નજરે ચઢે ત્યારે આકર્ષાઈ જાઓ છો ને? દુનિયાની વાતો જાણવાની-સાંભળવાની ઉત્સુકતા તમને ચંચળ બનાવી દે છે ને? તે છતાં તમે માનો છો કે “ઉગ્ર તપસ્વી છું.... એટલે મારાં બધાં કર્મોનો નાશ થઈ જશે અને હું વીતરાગ બની જઈશ!' આવી મિથ્યા કલ્પનાઓમાં રચશો નહીં. ઉપશમભાવ વિના કોઈ વીતરાગ બની શકતું નથી.
સમ્યગુદર્શન દ્વારા સાધક પ્રશમ-વાટિકામાં પહોંચવાનું છે. બુદ્ધિ અને શાસ્ત્રજ્ઞાનના સહારે સાધકે ઉપશમનાં નિર્મળ-શીતલ પાણીથી સરોવરના કાંઠે પહોંચવાનું છે. આત્મધ્યાન-પરમાત્મધ્યાનની તલ્લીનતાના માધ્યમથી સાધકે
For Private And Personal Use Only