________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
પ્રશમરતિ સુવડાવે છે..... એનું પાલન-પોષણ કરે છે. માતાનો આ કેવો મહાન ઉપકાર છે સંતાનો ઉપર, એ તરફ ગંભીરતાથી વિચારવાનો ગ્રંથ કાર નિર્દેશ કરે છે.
એ ઉપકારની સાથે જ પિતાના ઉપકારો સંકળાયેલા હોય છે. વાત્સલ્યથી ભરેલો આર્યદેશના પિતા પોતાનાં સંતાનોના ઉછેર માટે, જીવનનિર્વાહ માટે, શિક્ષણ અને સંસ્કાર માટે કષ્ટ સહીને પણ પુરુષાર્થ કરે છે. રાંસારનો તમામ જીવનવ્યવહાર અર્થવ્યવસ્થા ઉપર નભેલો છે. પોતાના પરિવારના જીવનનિર્વાહ માટે અને જીવનવિકાસ માટે એ અર્થોપાર્જનનો પુરુષાર્થ કરે છે. પરિવારનાં સુખ-દુઃખનો એ સહભાગી બને છે. આ રીતે પિતાના ઉપકારો સંતાનો ઉપર થતા જ રહે છે.
બાહ્ય જીવનના ચણતરમાં અને ઘડતરમાં ત્રીજું ઉપકારક તત્ત્વ છે સત્તાના સિંહાસને બેઠેલા પ્રજાવત્સલ સત્તાધીશો. એ રાજા હોય કે મંત્રી હોય, રાષ્ટ્રપ્રમુખ કે પ્રધાનમંત્રી હોય; જો પ્રજાનાં દુઃખ દૂર કરવા માટે અને પ્રજાને સુખી કરવા માટે સતત પ્રયત્નશીલ હોય તો તેઓ ઉપકારી છે. પ્રજાએ એમના ઉપકારો ભૂલવા ન જોઈએ. જે દુઃખો દૂર કરે છે અને સુખ આપે છે, એ ઉપકારી છે. માતા, પિતા અને રાજા વગેરે ભૌતિક દૃષ્ટિએ ઉપકારી બનતાં હોય છે, જ્યારે ધર્મગુરુ પારલૌકિક દૃષ્ટિએ, આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપકારી બને છે. ઉપકારીની ક્યારેય અવગણના તો કરાય જ નહીં. આ બધા ઉપકારીઓની બદલો વાળી શકાતો નથી, છતાં કૃતજ્ઞ મનુષ્ય એ બદલો વાળવા જાગ્રત હોય છે, ઉદ્યમશીલ હોય છે.
તમે માતા, પિતા, માલિક, રાજા વગેરેના ઉપકારનો બદલો કેટલો વાળી શકવાના? એ પણ પ્રત્યુપકારરૂપે બદલો વાળવા પ્રયત્ન કરવાના, પરંતુ એ બધાં જે ઉપકાર કરે છે, તે તો કોઈ ઉપકારના બદલારૂપે નહીં, સહજ પ્રેમથી અને વાત્સલ્યથી, કરુણાથી અને કર્તવ્યથી ઉપકાર કરે છે. ભલે સંતાનો મોટાં થઈને માતા-પિતાની ભોજન; વસ્ત્ર, શરીરસેવા.....ઇત્યાદિથી ભક્તિ કરે, પરંતુ માતા-પિતાના ઉપકારની તોલે તો ન જ આવી શકે. નોકરો પોતાના માલિકની ખાતર પ્રાણ પણ પાથરીને માલિકની સેવા કરે, પરંતુ માલિકના ઉપકારોનો સંપૂર્ણ બદલો વળતાં નથી.
તે છતાં, આ ભૌતિક ઉપકારનો બદલો થોડો પણ વાળવાનો સંતોષ માની શકાય, પરંતુ ગુરુના ઉપકારનો બદલો વાળવો તો સંભવ જ નથી. કોઈ સ્વાર્થ વિના, પ્રત્યુપકારની કોઈ જ આશા વિના, અપૂર્વ કરણાથી અને વાત્સલ્યથી
For Private And Personal Use Only