________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રન્થકારનું આત્મનિવેદન जिनशासनार्णवादाकृष्टां धर्मकथिकामिमां श्रुत्वा । रत्नाकरादिव जरत्कपर्दिकामुद्धृतां भक्त्या ।।३१०।।
सद्भिर्गुणदोषज्ञैर्दीषानुत्सृज्य गुणलवा ग्राह्याः। सर्वात्मना च सततं प्रशमसुखायैव यतितव्यम् ।।३११।। અર્થ : સમુદ્રમાંથી કાઢેલી જી કોડી જેવી, જિનશાસનરૂપ સમુદ્રમાંથી કાઢેલી આ ધર્મકથાને (પ્રશમરતિની ભક્તિથી સાંભળીને.
ગુણ-દોયના જ્ઞાતા સજ્જનોએ, દોષોને છોડીને થોડા પણ ગુણ ગ્રહણ કરવા જોઈએ અને પ્રશમસુખ માટે જ સતત સર્વ પ્રકારે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ.
વિવેચન : વાચકશ્રેષ્ઠ ભગવાનું ઉમાસ્વાતિ “પ્રશમરતિ' ગ્રન્થને પૂર્ણ કરતાં જે આત્મનિવેદન કરે છે તે સહુ લેખકો માટે, ટીકાકારો માટે અને સંગ્રહકારો માટે મનનીય છે, પ્રેરણાદાયી છે. ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ પછી લગભગ ૪૭૧ વર્ષે થઈ ગયેલા આ મહાનું મૃતધર મહર્ષિએ પ૦૦ ગ્રન્થોની રચના કરી હતી. મોટા ભાગની તેઓની ગ્રન્થરચનાઓ સંગ્રહરૂપ હતી. તેઓના બુદ્ધિ-શ્રુત અને અનુભવના પરિપાકરૂપે હતી.
આ ગ્રન્થના પ્રારંભમાં કારિકા ૩ થી ૧૫ તેઓએ જે “આત્મનિવેદન' કર્યું છે અને નમ્રતા-લઘુતા પ્રદર્શિત કરી છે, તે મુમુક્ષુ ઠરેલ આત્માને ગદ્ગદ્ કરી નાંખે છે. આવા ટોચના વિદ્વાન મહર્ષિ...અને આવી નમ્રતા !!' ગ્રન્થના અંતે પણ તેઓ પોતાના આંતરભાવોની અભિવ્યક્તિ એવા જ વિનમ્ર અને સરલ શબ્દોમાં કરે છે.
જિનશાસનરૂપી સમુદ્રમાંથી કાઢેલી આ ધર્મકથા, સમુદ્રમાંથી કાઢેલી જીર્ણ કોડી જેવી છે...'
-“પ્રશમરતિને તેઓ રત્નાકરના રત્ન સાથે નથી સરખાવતા! કોડી સાથે. સરખાવે છે. તે પણ જીર્ણ કોડી સાથે! તો શું જિનવચન જીર્ણ કોડી જેવાં છે? ના, જિનવચન તો રત્નસશ જ છે, પરંતુ તેઓએ સાપેક્ષ દૃષ્ટિએ આ પ્રતિપાદન કરેલું છે. સમુદ્રમાં જેમ રત્નો હોય તેમ કોડીઓ પણ હોય. સારી કોડીઓ પણ હોય તેમ જીર્ણ કોડીઓ પણ હોય! તેવી રીતે જિનશાસનના શ્રુતસાગરમાં ચાંદ પૂર્વેમાં (દષ્ટિવાદમાં) રહેલું શ્રત રત્નસમાન છે. તેની અપેક્ષાએ તેમણે પ્રશમરતિ'માં સંગ્રહેલું શ્રત કોડી સમાન છે. કોડીની જીર્ણતા બતાવી છે
For Private And Personal Use Only