________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦
પ્રશમરતિ મળે છે. બંને સુખો પારલૌકિક છે. દુનિયામાં શ્રેષ્ઠ ભૌતિક સુખો સ્વર્ગમાં મળે છે. આત્માનું શ્રેષ્ઠ આધ્યાત્મિક સુખ મોક્ષમાં મળે છે. એ બંને પ્રકારનાં સુખો તો જ મળે છે, જો મનુષ્ય કષાયો પર વિજય મેળવે છે. પ્રથમ-રસનો નિરંતર આસ્વાદ કરે છે. જિનેશ્વરોની બધી આજ્ઞાઓની સારભૂત આજ્ઞા આ જ છે : કષાયોને જીત! રાગ-દ્વેષને જીતો.
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘૩૫શરણક્ય' ગ્રન્થના ઉપસંહારમાં આ જ વાત કહે છે :
किं वहुणा? इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति ।
तह तह पयट्टिअव्वं एसा आणा जिणिंदाणं ।। શું ઘણું કહીએ? જે જે રીતે વહેલામાં વહેલો રાગ-દ્વેષનો (કપાયોનો) વિલય થાય, તે તે રીતે પ્રવર્તવું-આ જિનેન્દ્રોની આજ્ઞા છે.”
કષાયોનો જય કરતાં કરતાં, પ્રશમરસની અનુભૂતિ કરવા આત્મસ્વરૂપનું ધ્યાન કરવાના ઉપાય, ઉપદ્રેશR” માં બતાવવામાં આવ્યો છે :
અશુભ વિકલ્પોનો છેદ કરીને, ક્રોધાદિ કષાનો ત્યાગ કરી (થોડા સમય માટે પણ) શુદ્ધ બની, યથા-અવસર આત્મસ્વરૂપનું ધ્યાન કરવું.
શરીર, ઘર, ધન, પલંગ, મિત્ર તથા પુત્રો પણ અન્ય છે, પરદ્રવ્ય સ્વરૂપ છે. તે બધાંથી હું જુદો છું.' આ ચિંતન કરીને પછી નિત્ય નિષ્કલંક, જ્ઞાનદર્શન-સમૃદ્ધ, અવશ્ય ઉપાદેય, શાશ્વત્ પદરૂપ શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવું.
આ ધ્યાન કરવાથી રાગ-દ્વેષની પરિણતિ ઘસાય છે, ધીરે ધીરે નાશ પામે છે. ભગવાન ઉમાસ્વાતિએ “જગતના જીવો કષાયોનો નાશ કરી શાશ્વતુ સુખ પ્રાપ્ત કરે,’ આવી શ્રેષ્ઠ શુભ ભાવનાથી “પ્રશમરતિ' ગ્રન્થની રચના કરી છે. સહુ ગૃહસ્થ અને સાધુઓ આ ગ્રન્થનું પ્રતિદિન અધ્યયન-મનન ચિંતન કરતા રહે તો તેમના રાગ-દ્વેષ મંદ પડડ્યા વિના ન રહે, તેઓને સ્વર્ગ અને મોક્ષનાં સુખ મળ્યા વિના ન રહે. શર્ત એક જ છે-તેમણે મૂળ ગુણોથી અને ઉત્તર ગુણોથી સમૃદ્ધ બનવું જ પડે.
ગ્રન્થના વિષયને પૂર્ણ કરીને હવે ગ્રન્થકાર પોતાનું આત્મનિવેદન ખૂબ વિનમ્ર શબ્દોમાં કરે છે :
For Private And Personal Use Only