________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
જીવાત્મા કષાયી ક્યારે? કીચડમાં રગદોળાઈ ગયો કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના મરણિયા હુમલાઓ શરૂ થઈ જાય છે. આ બે દુર્ગાનના મજબૂત ભરડામાં આત્મા ચોળાઈ-ચૂંથાઈ જાય છે.
‘-ઋતુ' એટલે દુઃખ, ‘ત” એટલે સંક્લેશ, તેમાંથી જન્મે તે આર્ત. આર્તધ્યાનમાં હોય છે. માનસિક દુ:ખ, માનસિક વેદના અને પીડા, શું અપ્રિય વિષયો વળગ્યા હોય છે ત્યારે એ વળગાડમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા, માનસિક વેદના નથી? શું પ્રિય વિષયનો સંયોગ હોય છે ત્યારે “વિષયો મારા પાસેથી ચાલ્યા ને જાય” આવી મનની એકાગ્ર-ચિંતા એ માનસિક પીડા નથી? જ્યારે શરીર રોગોથી ઘેરાઈ ગયું હોય છે ત્યારે શું એ વેદનાની પીડા અનુભવી નથી? અને જ્યારે કોઈ રાજા-મહારાજાઓની સંપત્તિ જોઈને-“મને પણ બીજા જન્મમાં આવી ત્રકૃદ્ધિ મળ...' તે માટે પોતાની તપશ્ચર્યાની બાજી લગાવી દેવી, તે શું માનસિક તાણ નથી? આ બધું આર્તધ્યાન છે. આ આર્તધ્યાન જ્યારે સતત ચાલતું રહે છે, તીવ્ર-તીવ્રતર બનતું જાય છે, ત્યારે રૌદ્રધ્યાન મેદાને જંગમાં ખાબકે છે! આત્માની રહી-સહી ગુણ-સંપત્તિને પણ આ રૌદ્રધ્યાન તારાજ કરી મૂકે છે. ચાર-ચાર મોરચે તે સર્વભક્ષી જ્વાલાઓ ઓકે છે અને આત્માની ખંડિત-જર્જરિત ભાવ-ઇમારતોને પણ ભસ્મીભૂત કરી નાંખે છે,
રૌદ્રધ્યાન એટલે ક્રૂર ધ્યાન. જીવોની હત્યા કરી નાંખવાનો તીવ્ર અને એકાગ્ર વિચાર; આ હિંસાનુબંધી રૌદ્રધ્યાન છે. “આ ઉપાયથી બીજાને ઠગી શકાય છે...' એવા પર-વંચનાના વિચારોમાં એકતાન થઈ જવું એ મૃષાનુબંધી રૌદ્રધ્યાન છે. ધાડ પાડીને, ચરી કરીને, ખાતર પાડીને, ખીસાં કાપીને... જે જે પ્રકારે બીજાઓની ધન-સંપત્તિ મેળવી શકાય, તેના એકતાન બની વિચારો કરવા તે તેયાનુબંધી રોદ્રધ્યાન છે. દિવસ ને રાત મનની એક જ રટણા.... એક જ ચિંતન ને એક જ ધ્યાન કે ધન-ધાન્યનું સંરક્ષણ કેવી રીતે કરવું. તે સંરક્ષણના વિચારોમાં હિંસાના ઉપાયોનું તીવ્રતાપૂર્વક ચિંતન કરે તે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.
આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની પ્રકૃષ્ટ વિચારધારામાં વહ્યો જતો જીવ પોતાના ભવિષ્યને કેવું દુ:ખપૂર્ણ અને યાતનાભરપૂર સર્જે છે એની કલ્પના પણ એને હોતી નથી... આવી સ્થિતિમાં રહેલો જીવ ક્રોધી કહેવાય છે, માની કહેવાય છે, માયાવી કહેવાય છે ને લોભી કહેવાય છે.
કાર્ય-અકાર્યનો વિવેક નહીં!
For Private And Personal Use Only