________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
સર્વ અપાયોનું આશ્રયસ્થાન છે લોભ!
જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં નુકસાન કરનારાં તત્ત્વો છે, તે બધાં જ લોભીના આશ્રયસ્થાનમાં આરામ મેળવે છે.... બીજે ક્યાંય એ તત્ત્વોને આશ્રય મળતો નથી. ચોરોનું, પરસ્ત્રીલંપટોનું અને વૈરની ગાંઠો બાંધનારાઓનું આશ્રયસ્થાન લોભ છે! લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર જળી આવશે, પરસ્ત્રીલંપટોને બીજે શોધવા જવાની જરૂર નથી, લોભના વિશ્રામગૃહમાંથી તેઓ મળી આવશે! ક્રુરતાની શોધ બીજે ક્યાંય ક૨વાની જરૂર નથી, લોભના આશ્રયસ્થાનમાં તમને તે ભેટી જશે!
પ્રશમતિ
એવી જ રીતે, લોભ એક રાજમાર્ગ છે! સર્વ પ્રકારનાં વ્યસનો પાસે પહોંચવાનો સરિયામ માર્ગ! અથવા, સર્વ વ્યસનો તમને આ લોભના રાજમાર્ગ પર મળી આવશે! રાજમાર્ગ છે ને... એટલે એના પર ચાલવાની બધાને છૂટ છે! કોઈના પર પ્રતિબંધ નથી... પરસ્ત્રીગમન, જુગાર, મદ્યપાન, શિકાર, વિષયવિકાર, કપટ વગેરે તમામ વ્યસનો લોભના રાજમાર્ગ પર ચાલ્યાં જાય છે.
લોભદશા આત્મામાં પ્રળ બની એટલે આત્મામાં મહાવિનાશકારી પાપો આવ્યાં જ સમજો. ભયંકર વ્યસનોન! પગદંડા જામ્યા જ સમજો. લોભ માત્ર ધનનો જ નથી હોતો, સુખમાત્રનો લોભ! પાંચ ઇન્દ્રિયોના વિષયસુખોનો લોભ. શબ્દ, રૂપ, ૨સ, ગંધ અને સ્પર્શનાં પ્રિય સુખોનો લોભ! સુખો મેળવવાની અને સુખો ભોગવવાની વાસના, આ વાસના જ વ્યસનોનો ચસ્કો જીવને લગડે છે ને!
પરંતુ શું આવો લોભી જીવ, વ્યસનોને પ૨વશ પડેલો જીવ સુખ પ્રાપ્ત કરી શકે છે? શાન્તિ પ્રાપ્ત કરી શકે છે? જરાય નહીં. જે લોભદશાને પનારે પડ્યો તે જીવ, નથી તો સુખ મેળવી શકતો, કે નથી શાન્તિનો અનુભવ કરી શકતો. એનું જીવન દુઃખ, ક્લેશ અને વેદનાઓથી ભરપૂર થઈ જાય છે.
For Private And Personal Use Only
પેલો ‘વિપાકસૂત્ર’નો શ્રેષ્ઠીપુત્ર ઉજ્ઞિતક વૈષયિક સુખોનો લોભી બન્યો, શરાબી બન્યો, જુગારી બન્યો, માંસભક્ષી બન્યો ને વેશ્યાગામી બન્યો.... કામધ્વજા વેશ્યાના ભોગ-સુખોમાં લીન બન્યો; પરિણામ કેવું ભયંકર આવ્યું? નગરના રાજાએ પોતાના ઉપભોગ માટે વેશ્યાને રાખી લીધી હતી, ઝિતકને એ વેશ્યા પાસે નહીં જવા માટે સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ વેશ્યાના સુખનો લોભી ઉજ્જિતક વૈશ્યા પાસે ગયા વિના રહે? ચોરીછૂપીથી પણ તે ગયો જ! પરંતુ તે રાજાના હાથે પકડાઈ ગયો. રાજાએ એને સૈનિકોને સોંપી દીધો. તેને ઘોર વેદનાઓ આપવામાં આવી, અંતે શૂળી પર ચઢાવી મારી નાંખવામાં આવ્યો....