________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮.
પ્રશમરતિ છે પાંચ : મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ, સમ્યગુ શાસ્ત્રજ્ઞાનની ઉપસ્થિતિમાં મિથ્યાત્વ રહી શકતું નથી. વિરતિધર્મને સ્વીકાર કર્યો એટલે અવિરતિનો દરવાજો બંધ થઈ જાય છે. વિરતિધર્મનો પ્રભાવ કપાયાના પ્રભાવને ક્ષણ કરે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ બને છે અને પ્રમાદનો ઉન્માદ ઓગળવા માંડે છે,
આ રીતે આવ્યવોનાં દ્વાર બંધ થયાં. નવાં કર્મોનો આત્મપ્રવેશ નહીંવત્ બન્યો; એટલે તપ શક્તિનો આવિર્ભાવ થાય છે. આત્મામાંથી તપશ્ચર્યાની શક્તિ સ્વયંભૂ પ્રગટે છે, કારણ કે જે અનંત અનંત કમાં આત્માને ચોંટેલાં છે તે કર્મોનો નાશ તપશ્ચર્યાથી જ થઈ શકે છે. નવાં કર્મોનો આત્મપ્રવેશ અટકી ગયા પછી, પૂર્વબદ્ધ કર્મોનો ખાતમો કરવા તપશ્ચર્યા જ સમર્થ બને છે.
ઘણી અગત્યની વાત અહીં ફલિત થાય છે. પહેલાં નવાં કર્મોનો આત્મપ્રવેશ અટફાવો, પછી પ્રવેશી ગયેલાં કર્મોનો નાશ કરો. નવાં માંને આત્મામાં પ્રવેશવાનાં દ્વાર ખુલ્લાં રાખીને, ગમે તેટલી તપશ્ચર્યા કરશો, એનું કોઈ વિશેષ મહત્ત્વ નથી, એ તપશ્ચર્યાથી જેટલાં કર્મો બળશે, એનાથી અનેકગણાં કર્મો આશ્રવધારોમાંથી આત્મામાં પ્રવેશતાં રહેવાના! કર્મક્ષય કરતાં કર્મબંધ વધારે થવાનો!
શું તમારે ત૫:શક્તિ જાગ્રત કરવી છે? તપશ્ચર્યા કરવાની ભાવોલ્લાસ પ્રગટ કરવો છે? તો તમારે આશ્રવોનાં દ્વાર બંધ કરવાં પડશે. આશ્રવનાં દ્વાર બંધ થયાં કે તપ શક્તિ જાગ્રત થઈ સમજીં, કારણ કે સંવરનું ફળ તપોબળ છે. જો તમારે કર્મનિર્જરા કરવી છે તો તપોબળ જોઈશે જ , નિર્જરાનું અસાધારણ કારણ તપશ્ચર્યા છે. બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યાથી સમયે સમયે અનંત કમાંનો નાશ થાય છે. કર્મનિર્જરાના અભિકાંક્ષી ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી તપશ્ચર્યાનાં ચરણે ભાવવિભોર બનીને નમસ્કાર કરે છે :
निकाचितानापि कर्मणां यद् गरीयमां भूधरदुर्धराणाम् ।
विभेदने वज्रमिवातितीब्रम् नमोऽस्तु तस्मै तपसेऽद्भुताय ।। તપ:શક્તિનો કેવો યથાર્થ પરિચય આપ્યો છે! “વિરાટ પહાડ જેવા ભારે અને નિકાચિત એવાં પણ કર્મોને અત્યંત તીક્ષ્ણ વજની જેમ તપશ્ચર્યા ભેદી નાંખે છે, તોડી નાખે છે, તેવા અદ્દભુત તપને નમસ્કાર હો!”
નિરાશસભાવે, કોઈ આશંસા, કામના, તૃષણા વિના કરેલું તપ આત્મામાં કવું અપૂર્વ પરિવર્તન કરે છે, તેનું વર્ણન આ જ ઉપાધ્યાયજી કરે છે :
For Private And Personal Use Only