________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખનાં કારણ
૬૩
એ દુઃખો દૂર કરવાની મથામણ કરતા દેખાય છે તો કોઈ પોતાનાં મનગમતાં પ્રિય સુખો મેળવવા પ્રબળ પુરુષાર્થ કરતા જોવા મળે છે.
જ્યાં આ રાગ-દ્વેષ પ્રબળ બને છે, એ જીવાત્માને મોહનો રોગ પોડવા માંડે છે. જીવાત્માની જ્ઞાનદૃષ્ટિ ચાલી જાય છે, અંધાપો આવી જાય છે. મોહનો અંધાપો! આંખનો અંધાપો તો હજુય સારો; તે કંઈ ઊંધી સમજ અને અવળી પ્રવૃત્તિ નથી કરાવતો. મોહનો અંધાપો તો ઊંધી સમજ આપે છે! અવળી પ્રવૃત્તિ કરાવે છે!
'આવું કેમ બનતું હશે' એમ પૂછો છો? કારણ કે : દુઃખના દ્વેષથી અને સુખના રાગથી ‘મોહનીયકર્મ'ની અસર પ્રબળ થઈ જાય છે. આ અળવીતરો મોહ-દુશ્મન જીવની જ્ઞાનષ્ટિને ફોડી નાંખે છે. ‘દર્શનમોહનીય' અને ‘ચારિત્રમોહનીય' કર્મોરૂપી ગીધડાંઓ આત્મભૂમિ ઉપર ઘૂમરીઓ ખાતા અને કાળમુખી ચિચિયારીઓ પાડતા તૂટી પડે છે ત્યારે આત્માનું સામ્રાજ્ય વીંખાઈપીંખાઈ જાય છે. ‘મોહનીયકર્મ' જળોની જેમ આત્માને ચીટકી પડે છે. ‘દર્શનમોહનીય’ સમજને.... સુઝને અવળી કરી દે છે; ‘ચારિત્ર મોહનીય’ પ્રવૃત્તિને રફેદફે કરી નાંખે છે; કાર્યોનાં તીવ્ર ઝેર જ્યારે મન-વચન અને કાયાની પ્રવૃત્તિમાં ભળે ત્યારે શું બચે? આત્મગુણોનો મહાવિનાશ થઈ જાય છે.
રાગ અને દ્વૈપ એ મોહનીય કર્મની ઊપજ છે. જ્યારે એ રાગ-દ્વેષ તીવ્ર બને છે, ત્યારે મનુષ્યના મન ઉપર, એની વાણી ઉપર અને કાયા ઉપર એના ચોક્કસ પ્રકારના પ્રભાવો પડે છે. મન અશાન્ત અને અસ્વસ્થ બની જાય છે. વાણી દીનતાભરી કે ઉશ્કેરાટભરી થઈ જાય છે. ઇન્દ્રિયો ચંચળ અને બેકાબુ બની જાય છે. ‘આવું વિચારવાથી; આવું બોલવાથી, આવી પ્રવૃત્તિ કરવાથી પ્રચંડ પાપકર્મોથી આત્મા લેપાશે. આ સૂઝ પરવારે છે. ‘કર્મબંધ' ની પ્રક્રિયા જોવા માટે તે આંધળો બની જાય છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિના ગુણ-દોષ જોવાની દિવ્યદૃષ્ટિ ચાલી જાય છે. એ આડેધડ વિચારવાણી અને વર્તન કરતો જાય છે. પરિણામ? પાપકર્મનો બંધ! એનો ઉદય થતાં ભયંકર યાતનાઓ, વેદનાઓ અને રીબામણ,
દુઃખોથી જે ડરે છે, દુઃખોને જે સહવા તૈયાર નથી; દુઃખોના સહવાસમાં જીવવા જે રાજી નથી, તેવા જીવો સુખોના રાગી બનવાના જ. એમનાં માનેલાં સુખનાં સાધનો તરફ રાગ થવાનો જ. જડ કે ચેતન, નિર્જીવ કે સજીવ-જે પદાર્થ તરફ એને રાગ થયો, એ મેળવવા માટે એને ઇચ્છા થવાની જ. એ મેળવવા એ પ્રયત્ન કરવાનો જ. પુણ્યકર્મના ઉદયથી જો એને એ પ્રિય પદાર્થો
For Private And Personal Use Only