________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશમરતિ स्नानाङ्गरागवर्तिकवर्णधूपाधियासपटवासैः।
गन्धभ्रमितमनस्को मधुकर इव नाशमुपयाति ।।४३।। અર્થ : ખાન, વિલેપન, વિવિધ વર્ણની અગરબત્તી, અધિવાસ (માલતી વગેરે પુષ્પોની), અને સુગન્ધી દ્રવ્યો-ચૂર્ણોની ગધથી ભ્રમિત (આક્ષિપ્ત) મનવાળો (માનવી) ભ્રમરની જેમ નાશ પામે છે,
વિવેવન : કુદરતના ખોળે જીવવાનું જાણે કે માનવી ભૂલી ગયો છે. કૃત્રિમતાના સંગે જીવન માણવાની જાણે હોડ મંડાણી છે. માનવના સમગ્ર જીવનની આસપાસ નરી કૃત્રિમતા જ પથરાયેલી છે. પછી એ કાગળના કે પ્લાસ્ટિકના પુષ્પ ઉપર ભ્રમરનો મધુર ગુંજારવ કેવી રીતે સંભળાય? એ કૃત્રિમ પુષ્પ ઉપર સંકોચ અને વિકાસ ક્યાંથી જોવા મળે? એ ફૂલોનું ખીલવાનું ને ખરી પડવાનું ક્યાંથી દેખાય?
ગ્રન્થકાર મહર્ષિ આપણો હાથ પકડી, એક રમણીય ઉદ્યાનમાં લઈ જાય છે. અનેક વિવિધવર્ણનાં અસંખ્ય પુષ્પો ત્યાં ખીલેલાં છે. ઉદ્યાનની મધ્યમાં એક સરોવર છે. કમલપત્રોથી છવાયેલું અને કમળનાં પુષ્પોથી સુશોભિત! ત્યાં એક આહલાદક દ્રશ્ય જોયું. કેટલાક ભમરાઓ એ પદ્મપરાગની સુવાસનું પાન કરવા પધોની મધ્યમાં બેસી સુગન્ધમાં નિમગ્ન થઈ ગયા હતા.
આ ભ્રમરોને કોણ અહીં ખેંચી લાવે છે, તે જાણો છો?' મહર્ષિ પૂછે છે અને જવાબ પણ તેઓ જ આપે છે. “આ કમળોની સુવાસ! સુવાસ ખેંચી લાવે છે અને એને એ કમળની પાંખડીઓમાં બેસાડે છે!”
હા ગુરુદેવ! કેવું રમણીય દૃશ્ય છે આ!” તને ગમ્યું આ દશ્ય?'
ખૂબ ગમ્યું!' ત્યાં એ ઉદ્યાનનો માળી આવી પહોંચ્યો. મહર્ષિએ એના કાનમાં કંઈફ વાત કરી. માળી ચાલ્યો ગયો અને થોડીક વારમાં એ એક પુષ્પ લઈને પાછો આવ્યો. કમળનું ચીમળાયેલું અને બિડાઈ ગયેલું ફૂલ હતું. માળીએ ધીરે ધીરે એની એક-એક પાંખડી દૂર કરવા માંડી ત્યાં મારી નજર એમાં. પુષ્પમાં રહેલા ભમરા ઉપર પડી. એ મરી ગયેલો હતો..... મહર્ષિએ મારી સામે જોયું. તેઓ બોલ્યા :
આ કરુણ અંજામ છે પેલી ગન્જપ્રિયતાનો, ગન્દરસિકતાનો. કમળની સુવાસમાં પાગલ બની જતા ભમરાને ભાન નથી રહેતું કે સાંજે આ પાંખડીઓ બિડાઈ જશે. તું એમાંથી નીકળી નહીં શકે..... તારા પ્રાણ નીકળી જશે.”
For Private And Personal Use Only