________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇકિયપરવશતા વેરે છે વિનાશ કમનીય કાન્તાના ચંદ્ર જેવા મુખડાને જુએ છે..... ઉન્નત અને આકર્ષક વક્ષસ્થળને જુએ છે અને એનું હૃદય ખળભળી ઊઠે છે, એ ચન્દ્રવદના મુગ્ધાનું સાંકેતિક હાસ્ય જુએ છે ને એનું મન એના તરફ આકર્ષાઈ જાય છે.... અનિમેષ નયનેટગર ટગર એ કામીપુરુષ એ કામિનીને જોયા જ કરે છે.
અને પેલો નિયમ તો છે -જેનું તમને રૂપ ગમ્યું, એનો સ્પર્શ કરવા તમે ઇચ્છવાના જ! રૂપનો રાગ સ્પર્શની ઇચ્છા જગાડે! ત્યાં પેલો બીજો નિયમ વિસરાઈ જાય છે. જેના રૂપનું દર્શન આનંદ આપે, એનો સ્પર્શ પણ આનંદ આપે, સુખ આપે-એવો નિયમ નહીં? સ્ત્રીના રૂપનું દર્શન કામીપુરુષને આનંદ ભલે આપે, પરંતુ સ્ત્રીનો સ્પર્શ દઝાડે જ.
અરે, સ્પર્શની વાત ભલે દૂર રહી, સ્ત્રીના રૂપનું દર્શન જ પુરુષના મનને દઝાડે છે, બાળે છે અને સર્વનાશ કરે છે. શ્રેષ્ઠીપુત્ર રૂપસેને રાજકુમાર સુનન્દાનું માત્ર રૂપ જ જોયું હતું ને? સનન્દાનો શબ્દ સાંભળ્યો ન હતો, સુનન્દાને સ્પર્શ કર્યો ન હતો..... છતાં શું રૂપસેનને દઝાડ્યો ન હતો? રૂપસનના મનમાં રાગની આગ લાગી ગઈ ન હતી? એના ભાવપ્રાણ બળીને રાખ નહોતા થઈ ગયા? રાજમહેલના ઝરૂખે બેઠેલી એ રાજકુમારીની સ્નેહસ્નિગ્ધ દૃષ્ટિ સાથે એની દૃષ્ટિ મળી, રાજકુમારીનું રૂપ-લાવણ્યથી સભર યૌવન જોયું અને ઘાટીલા મુખ પર રમી રહેલું વિલાસી હાસ્ય જોયું. ઇશારાથી એને આમંત્રણ મળ્યું ને રૂપસેન સુનન્દા તરફ ખેંચાઈ ગયો પણ એની પાસે ન પહોંચી શક્યો સુનન્દાની મદભરી યૌવનની મૌસમ માણવા તે ભાગ્યશાળી ન બની શક્યો. માર્ગમાં જ હોનારત સર્જાઈ ગઈ. ભીંત તૂટી પડી ને રૂપમેન દટાયો...કચડાઈ ગયો......!
એનું મૃત્યુ થયું. એનો આત્મા એ જ સુનન્દાના પેટે ગર્ભરૂપે અવતર્યો ! કેવો આ સર્વનાશ કહેવાય? આ સર્વનાશનું કારણ સમજાઈ ગયું ને! રૂપદર્શનનો મોહ. જેવી રીતે સ્ત્રીરૂપમાં મોહિત પુરુષ પોતાનો નાશ નોતરે છે, તેવી રીતે પુરુષના રૂપમાં રસિક બનેલી નારી પણ પોતાનો નાશ નોતરે છે. ચક્ષુઇન્દ્રિયની પરવશતા....માત્ર એક ઇન્દ્રિયની પરવશતા હરણના પ્રાણ હરી લે છે, તો મનુષ્ય? મનુષ્ય તો પાંચ-પાંચ ઇન્દ્રિયોને પરવશ પડેલો હોય છે. એનો સર્વનાશ કેવો થાય?
પરપુદ્ગલનાં રૂપ જોવાના કોડ, આત્માથી ભિન્ન દ્રવ્યોનાં રૂપ જોવાની તમન્નાઓ જીવાત્માને દુર્ગતિઓમાં પટકીને પીસી નાંખે છે. અનેક જન્મો સુધી દુઃખ અને ત્રાસની પરંપરા ચાલે છે.
For Private And Personal Use Only